બોટાદ જિલ્લામાં છેલ્લા 6 દિવસથી દલિતો પોતાની સાથે થતાં અન્યાય સામે ઉપવાસ આંદોલન કર્યું હતું. જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, નવસર્જન ટ્રસ્ટ અને બોટાદ જિલ્લાના દલિત સમાજ દલિતો જોડાયા હતા. ઉપવાસ પર બેઠેલા દલિતોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે બોટાદના Dy.sp નકુમ અને PI ઝાલાએ પહેલ કરી હતી. તેમણે દલિતોને ખાતરી આપી કે, હવેથી તેમની સાથે કોઇ અન્યાય નહીં થાય અને થશે તો પોલીસ તેમની પડખે રહેશે. તેમજ કોઇ પણ મુશ્કેલી હોય તો પોલીસ તરત તેમની મદદે દોડી આવશે. ત્યારબાદ તેમણે દલિતોને શેરડીનો રસ પીવડાવી પારણા કરાવ્યાં અને આંદોલન સમેટાયું હતું.
બોટાદમાં દલિત સમાજનું ઉપવાસ આંદોલન સમેટાયું - Gujarat
બોટાદઃ દલિતો પર થતાં અત્યાચારને અટકાવવા તેમણે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. ઉપવાસના 6 દિવસ બાદ Dy.sp નકુમ સાહેબ તરફથી સુરક્ષાની ખાતરી મળ્યા બાદ દલિતોએ આંદોલન સમેટ્યું છે.