ETV Bharat / state

બોટાદમાં આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટર હાજર નહીં રહેતા લોકોએ મચાવ્યો હોબાળો

બોટાદ: બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટર હાજર નહીં રહેતા લોકોએ હલ્લાબોલ કર્યો છે. બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટર સમયસર હાજર નહીં રહેતા 200થી પણ વધારે દર્દીઓએ હોબાળો મચાવ્યો હતો.

Botad
author img

By

Published : Sep 12, 2019, 5:17 AM IST

બોટાદ જિલ્લાના બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટર સમયસર હાજર નહીં રહેતા 200થી પણ વધારે દર્દીઓએ હોબાળો મચાવ્યો હતો અને ડૉક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ દોઢ કલાક સુધી વિજળી ગુલ થતાં દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. જ્યારે જનરેટર તો છે પણ શોભાના ગાંઠિયા સમાન રાખવામા આવેલ હોય તેમ જણાય છે. ત્યારબાદ જ્યારે વિજળી દોઢ કલાક બાદ આવી ત્યારે ડોક્ટરની ચેમ્બરમાં ડૉકટર હાજર નહીં હોવા છતાં AC થી લઈ તમામ ઉપકરણો વ્યર્થ ચાલુ જોવા મળ્યા હતા.

સરકારના પૈસાનું પાણી કરતા આવા નિંભર કર્મચારીઓ પર ક્યારે પગલા લેવાશે. તેમ લોકો જણાવતા હતા. અહીં ડૉકટર તરીકે ફરજ બજાવતા વારંવાર આવી જ રીતે ડૉક્ટર અવારનવાર અનિયમિત રહે છે ત્યારે હાલમાં વાઈરલ ઇન્ફેક્શનના દર્દીઓનો વધારો હોવા છતાં ડૉક્ટર હાજર નહીં થતાં લોકોએ હલ્લાબોલ મચાવ્યો હતો. આ બાબતે જ્યારે દર્દીઓ દ્વારા રોગી કલ્યાણ સમિતિના સભ્ય અલ્પાબા ચુડાસમાને જાણ કરતાં તેઓ દ્વારા તાત્કાલિક મુલાકાત લીધી હતી.

બોટાદમાં આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટર હાજર નહીં રહેતા લોકોએ મચાવ્યો હોબાળો

જેમાં ફરજ પરના ડૉક્ટર નરેશ જાદવ ગેરહાજર જણાતા ટેલિફોનિક સંપર્ક કર્યાં હોવા છતાં કોઈ સંપર્ક થવા પામેલ નહી તેમ તેઓએ જણાવ્યું હતુ. વારંવાર લોકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવા ટેવાયેલા ડૉક્ટર દ્વારા પોતે બોંન્ડ પર હોવાનું જણાવી લોકોને જે થાય તે કરી લેવા ધમકાવાઈ રહ્યા છે. તમામ હાજર દર્દીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર લખી અને રોગી કલ્યાણ સમિતિના સભ્યને સોંપવામાં આવ્યું અને રેગ્યુલર ડૉક્ટરની માગ સાથે આવા અનિયમિત ડોક્ટરો પર શિક્ષાત્મક પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

Intro:બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટર હાજર નહીં રહેતા લોકો નો હલ્લાબોલBody:બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર સમયસર હાજર નહીં રહેતા 200 થી પણ વધારે દર્દીઓ એ મચાવ્યો હોબાળો Conclusion:બોટાદ જીલ્લાના બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર સમયસર હાજર નહીં રહેતા 200 થી પણ વધારે દર્દીઓ એ હોબાળો મચાવ્યો હતો અને ર્ડૉક્ટર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કયાઁ હતા
તેમજ દોઢ કલાક સુધી વિજળી ગુલ થતાં દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા જ્યારે જનરેટર તો છે પણ શોભા ના ગાંઠિયા સમાન રાખવામા આવેલ હોય તેમ જણાય છે
ત્યારબાદ જ્યારે વિજળી દોઢ કલાક બાદ આવી ત્યારે ડોક્ટરની ચેમ્બર માં ડોકટર હાજર નહીં હોવા છતાં એસી થી લઈ તમામ ઉપકરણો વ્યર્થ ચાલુ જોવા મળ્યા હતા ત્યારે સરકાર ના પૈસા નું પાણી કરતા આવા નિંભર કર્મચારીઓ પર ક્યારે પગલા લેવાશે. તેમ લોકો જણાવતા હતા
અહી ડોકટર તરીકે ફરજ બજાવતા વારંવાર આવી જ રીતે ડોક્ટર અવારનવાર અનિયમિત રહે છે ત્યારે હાલમા વાઈરલ ઇન્ફેક્શન ના દર્દીઓ નો વધારો હોવા છતાં હજુ 11:30 સુધી ડૉક્ટર હાજર નહીં થતાં લોકો એ હલ્લા બોલમચાવ્યો હતો
આ બાબતે જ્યારે દર્દીઓ દ્વારા રોગી કલ્યાણ સમિતિ ના સભ્ય અલ્પાબા ચુડાસમા ને જાણ કરતાં તેઓ દ્વારા તાત્કાલિક મુલાકાત લીધી હતી જેમાં ફરજ પરના ડોક્ટર નરેશ જાદવ ગેરહાજર જણાતા ટેલિફોનિક સંપર્ક કર્યાં હોવા છતાં કોઈ સંપર્ક થવા પામેલ નહી તેમ તેઓએ જણાવાયું.
વારંવાર લોકો સાથે ઉધ્ધતાઈ ભર્યું વર્તન કરવા ટેવાયેલા ડૉક્ટર દ્વારા પોતે બોંન્ડ પર હોવાનું જણાવી લોકો ને જે થાય તે કરી લેવા ધમકાવાઈ રહ્યા છે.તમામ હાજર દર્દીઓ દ્વારા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર લખી અને રોગી કલ્યાણ સમિતિના સભ્ય ને સોંપવામાં આવ્યું અને રેગ્યુલર ડૉક્ટર ની માંગ સાથે આવા અનિયમિત ડોક્ટરો પર શિક્ષાત્મક પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી.

બાઈટ :- વિપુલભાઇ - દર્દી.

બાઈટ :- અલ્પાબા ચુડાસમા - સભ્ય રોગી કલ્યાણ સમિતિ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.