- બોટાદ એલ.સી.બી.દ્વારા ચેરમેનના દાવેદાર રમેશ ભગતનો માંગ્યો જવાબ
- તપાસને લઈ નક્કર કામગીરી ન થતી હોવાનો એસપી સ્વામીનો આક્ષેપ
- ડી.વાય.એસ.પીને તાત્કાલિક સસ્પેન્ડ અથવા ડિસમિસ કરવામાં આવે તેવું મીડિયાને નિવેદન
બોટાદઃ ગોપીનાથજી મંદિરના વિવાદને લઈ એસપી સ્વામીએ ડી.વાય.એસ.પી નકુમ દ્વારા ઓફિસમાં કરવામાં આવેલા ગેરવર્તનને લઈ ડી.જી.અને અને આઈ.જીને ફરિયાદ કરી હતી. જેને લઈ બોટાદ એલ.સી.બી.દ્વારા ચેરમેનના દાવેદાર રમેશ ભગતનો જવાબ માંગ્યો હતો.
ગઢડા ગોપીનાથજી મંદિરનો વિવાદ
ગઢડા ગોપીનાથજી મદિરમાં 6 ડિસેમ્બરે મંદિર ના ચેરમેન પદ નો મામલો વિવાદમાં આવ્યો હતો, ત્યારે આચાર્ય પક્ષના રમેશ ભગત પોતે ચેરમેન હોવાનું જણાવ્યું અને અને રાત્રીના સમયે ડી.વાય.એસપી નકુમ દ્વારા એસ.પી સ્વામી અને અને અન્ય સંતો સાથે ગેરવર્તન કરવાને લઈ ડી.જી.અને આઈ.જી ને કરી હતી ફરિયાદ કરવામાં આવ્યો હતો, જેને લઈ બોટાદ એલ.સી.બી ઓફિસ ખાતે રમેશ ભગત, એસપી સ્વામી અને અન્ય પાર્ષદો જવાબ આપ્યા આવ્યા હતા. જ્યાં હાલ થતી તપાસને લઈ નક્કર કામગીરી ન થતી હોવાનો એસપી સ્વામીએ આક્ષેપ કર્યો હતો અને ડી.વાય.એસ.પી ને તાત્કાલિક સસ્પેન્ડ અથવા તો ડિસમિસ કરવામાં આવે તેવું મીડિયાને નિવેદન આપ્યું હતું.
તપાસને લઈ નક્કર કામગીરી ન થતી હોવાનો એસપી સ્વામીનો આક્ષેપ
ગઢડા શહેરમાં આવેલા ગોપીનાથજી મંદિર કે જે સતત વિવાદોમાં છે. જેમાં 6 ડિસેમ્બર 2020 ના રોજ મદિરના ચેરમેન પદનો વિવાદ જોવા મળ્યો હતો. જેમાં આચાર્ય પક્ષના રમેશ ભગતે પોતે ચેરમેન હોવાનું જણાવ્યું હતું અને ત્યાર બાદ રાત્રીના સમયે દેવપક્ષ અને મંદિરના ચેરમેન હરીજીવન સ્વામીએ ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી અને પોતે જ ચેરમેન હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે બંને પક્ષ દ્વારા પોલીસને બોલવામાં આવ્યા હતા, ત્યારે 6 ડિસેમ્બરે બોટાદ ડી.વાય.એસપી રાજદીપસિંહ નકુમ દ્વારા એસપી સ્વામી, પાર્ષદ રમેશ ભગત અને અન્ય સંતો સાથે ગેરવર્તન કર્યાની ફરિયાદ ડી.જી.અને આઈ.જી ને કરી હતી.