બોટાદઃ કોરોના વાઇરસના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ અનુસાર સ્વયંભૂ કરફ્યુના આદેશના પગલે સમગ્ર દેશમાં જ્યારે સ્વયંભૂ કરફ્યૂ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત બોટાદમાં પણ સ્વયંભૂ કરફ્યૂ રાખવામાં આવ્યો હતો. આ સ્વયંભૂ કરફ્યુના કારણે લોકોની અવર-જવર નહિવત જણાતી હતી. મેડિકલ સ્ટોર તેમજ હોસ્પિટલ સિવાય તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી.
બોટાદ ખાતે સ્વયંભૂ કરફ્યુના કારણે સવારથી જ તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી. પરંતુ કોઇ બીમાર વ્યક્તિને તકલીફ ન પડે તેવા કારણોસર મેડિકલ સ્ટોર તેમજ હોસ્પિટલ ખુલ્લી રાખવામાં આવા હતી. આ સિવાય તમામ બજારો તેમજ જાહેર રસ્તા તેમજ હીરા બજાર તથા બોટાદના મેઇન રોડ સૂમસામ હતા.
કોરોના વાઈરસના સ્વયંભૂ કરફ્યૂ બંધના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા કારણોસર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ સતત પેટ્રોલિંગ શરૂ રાખવામાં આવ્યું હતું.
સ્વયંભૂ કરફ્યુ બંધના કારણે તેમજ સરકારના આદેશ અનુસાર રેલવે સેવા તેમજ એસ.ટી સેવા સદંતર બંધ રાખવામાં આવી હતી. રેલવે સ્ટેશને સેનેટાઈઝર દ્વારા સફાઈ કરવામાં આવી હતી. સ્વયંભૂ કરફ્યૂના કારણે લોકો સ્વૈચ્છિક રીતે પોતાના ઘરમાં રહ્યા હતા અને સાંજના 5:00 વાગ્યે થાળી વગાડી તાલીઓ પાડી તેમજ શંખનાદ કરી આરોગ્ય સેવા સાથે તેમજ જાહેર સેવા સાથે જોડાયેલા તમામ લોકોનું અભિવાદન કર્યુ હતું.