ETV Bharat / state

ગઢડા મંદિરમાં સંતો સાથે પોલીસ અધિકારીના ગેરવર્તન અંગે એસપી સ્વામી 'કમલમ' માં કરી રજૂઆત

બોટાદના ગઢડા ગોપીનાથ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળવા પહોંચ્યા હતા. મંદિરના સંતો સામે ગઢડા Dy.Sp રાજદિપ નકુમના ગેરવર્તન અંગે તેમને સી.આર.પાટીલ સમક્ષ રજૂઆત કરી હતી.

cx
cx
author img

By

Published : Dec 22, 2020, 8:08 AM IST

Updated : Dec 22, 2020, 10:43 AM IST

ગઢડા ગોપીનાથ મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી સ્વામીએ સી.આર.પાટીલની મુલાકાત કરી

● આચાર્ય પક્ષના એસ.પી.સ્વામીએ Dy.Sp રાજદિપ નકુમના અયોગ્ય વર્તન સામે પગલાં લેવા રજૂઆત કરી

● ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સરકાર સમક્ષ યોગ્ય રજૂઆતનું આશ્વાસન આપ્યું

ગઢડાઃ બોટાદના ગઢડા ગોપીનાથ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મળવા પહોંચ્યા હતા. મંદિરના સંતો સામે ગઢડા Dy.Sp રાજદિપ નકુમના ગેરવર્તન અંગે તેમને સી.આર.પાટીલ સમક્ષ રજૂઆત કરી હતી.

● ગઢડા મંદિરમાં Dy.Sp રાજદિપ નકુમના ગેરવર્તનનો વાઈરલ થયો હતો વીડિયો

બોટાદ જિલ્લાના ગઢડામાં ગોપીનાથ મંદિરના ચેરમેન પદને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. ચેરમેન પદને લઈને મંદિરના સંતોના બે પક્ષ દેવપક્ષ અને આચાર્યપક્ષમાં ચેરમેન પદને લઈને ખેંચતાણ ચાલુ છે. ત્યારે થોડા સમય અગાઉ ગોપીનાથ મંદિરનો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો હતો. જેમાં ગઢડા Dy.Sp રાજદિપ નકુમ સંતોને અપશબ્દો બોલે છે, તેમજ અયોગ્ય વર્તન કરે છે. આ વાતને લઈને ગઢડા મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ રેન્જ આઈજી અને સરકાર સમક્ષ ફરિયાદ કરી હતી. જેને લઇને DGP આશિષ ભાટિયાએ તપાસના આદેશ પણ આપ્યા છે.

ગઢડા મંદિરમાં સંતો સામે પોલીસ અધિકારીના ગેરવર્તનની રજૂઆત કરવા એસપી સ્વામી 'કમલમ' પહોંચ્યા
● ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' પહોંચ્યા એસપી સ્વામીગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે પ્રદેશના હોદ્દેદારો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. તેના પહેલા એસપી સ્વામી સી.આર.પાટીલને મળવા પહોંચ્યા હતા. તેમને સી.આર.પાટીલ સમક્ષ જવાબદાર પોલીસ કર્મચારી સામે પગલાં ભરવા અંગે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સી.આર.પાટીલ તરફથી તેમને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાનું આશ્વાસન આપવામાં આવ્યુ છે.
● હું ભાજપનો કાર્યકર વર્ષોથી છુ : એસ.પી.સ્વામીએસપી સ્વામીએ જણાવ્યું હતું કે, તેઓ ભાજપના ખુલ્લેઆમ સમર્થક રહ્યા છે. તેઓ ભાજપના કાર્યકર છે, તે વાત સત્ય છે. 1992માં બાબરીધ્વંસ સમયે પણ તેઓ ત્યાં હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિનો શિલાન્યાસ કર્યો ત્યારે તેમને ખુલ્લેઆમ વડાપ્રધાનના પગલાનું સમર્થન કર્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં યોજાયેલી ગુજરાતની પેટા ચૂંટણીમાં પણ તેઓએ ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો અને તેમને સપોર્ટ આપ્યો હતો.

Last Updated : Dec 22, 2020, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.