- કૃષિ કાયદાની કરવામાં આવી ચર્ચા
- ઉમેદવારોના લેવામાં આવ્યા સેન્સ
- 5 બેઠકો માટે લેવામાં આવ્યા સેન્સ
બોટાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પસંદગી કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં બોટાદ જિલ્લા પંચાયતની 5 બેઠક પર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમ જ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા તથા કૃષિ કાયદાને લઈ કોંગ્રેસ કાર્યકરો સાથે ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ પ્રવક્તા મનહર પટેલ દ્વારા સેન્સ લેવામાં આવી હતી. આ સેન્સમાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવાર હાજર રહ્યા હતા.
મનહર પટેલ દ્વારા સેન્સ લેવામાં આવી
આગામી દિવસોમાં આવનારા સ્થાનિક ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે મનહર પટેલની હાજરીમાં બોટાદ જિલ્લા પંચાયતની કુલ 20 બેઠકો માંથી 5 બેઠક પર સેન્સ હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ હાજર રહ્યા હતા. જેમના દ્વારા કૃષિ કાયદાને લઈ કોંગ્રેસ આગેવાન કાર્યકરો સાથે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની જાળીલા, જુના નાવડા, લખિયાણી, માંડવધાર, ઉગામેડી જિલ્લા પંચાયતની સીટ પર ચૂંટણી લડવા ઇચ્છા ધરાવતા ઉમેદવારની મનહર પટેલ દ્વારા સેન્સ લેવામાં આવી હતી.
કૃષિ કાયદાને લઈ ચર્ચા કરવામાં આવી
જેમાં મનહર પટેલ દ્વારા ઉમેદવાર પસંદગીમાં ભણતર, વિચારધારા તેમજ લોકોના પ્રશ્ર્નોને લઈ કામગીરી કરી શકે તેવા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. તેવું નિવેદન આપ્યું હતુ. તેમજ હાજર રહેલા કોંગ્રેસ કાર્યકરો સાથે કૃષિ કાયદાને લઈ ચર્ચા કરવામાં આવી હતી, ત્યારે સેન્સ આપનારા ઉમેદવાર દ્વારા પણ સેન્સ બાદ કોઈપણ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. તેને સ્વીકારી તમામ લોકો કામ કરશે તેવું નિવેદન આપ્યું હતું.