ETV Bharat / state

સાળંગપુરમાં દર્શનાર્થીઓ માટે કષ્ટભંજનના દ્વાર ખોલાયા - હનુમાનજી

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના દર્શન માટે શનિવારના રોજ દ્વાર ખોલવામાં આવ્યાં હતાં. સાળંગપુર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરેક શનિવારે અન્નકૂટનો થાળ ધરવામાં આવે છે, ત્યારે આજરોજ હનુમાનજી મહારાજને ચોકલેટનો થાળ ધરાવવામાં આવ્યો હતો.

સાળંગપુરમાં દર્શનાર્થીઓ માટે કષ્ટભંજન દેવના દ્વાર ખોલવામાં આવ્યાં

author img

By

Published : Aug 8, 2020, 2:16 PM IST

સાળંગપુર: વિશ્વ પ્રસિદ્ધ શ્રી સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકોની ધાર્મિક લાગણી અને આસ્થાને માન આપી દર્શનાર્થીઓ માટે નિશ્ચિત સમય નક્કી કરી દર્શન માટે દ્વાર ખોલવામાં આવ્યાં હતાં. કોરોના મહામારીના કારણે કોરોના વાયરસનો ફેલાવો ન થાય તેવા હેતુસર સરકાર દ્વારા દરેક ધાર્મિક સ્થળો દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

સાળંગપુરમાં દર્શનાર્થીઓ માટે કષ્ટભંજન દેવના દ્વાર ખોલવામાં આવ્યાં

આ આદેશ અનુસાર સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ હતું, પરંતુ ઘણા ભક્તો અને દર્શનાર્થીઓની ધાર્મિક લાગણી અને આસ્થા કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન કરવાની હોઇ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખોલવાનું નક્કી કરવામાં આવ્યું છે. જો કે, કોરોના ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખી તેમ જ સેનેટાઈઝરથી હાથ ધોવરાવી દર્શનાર્થીઓને અને ભકતોને શ્રી કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરવા દેવાશે.

આજે શ્રાવણ માસના શનિવારે ભક્તો અને દર્શનાર્થીઓ માટે સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના દ્વાર ખોલવામાં આવ્યાં હતાં અને કષ્ટભંજન હનુમાનજી મહારાજને અન્નકૂટમાં ચોકલેટનો થાળ ધરવામાં આવ્યો હતો અને આરતી પણ કરવામાં આવી હતી. અન્નકૂટનો થાળ અને આરતીના દર્શનાર્થીઓએ આનંદપૂર્વક દર્શન કર્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.