બોટાદઃ જિલ્લાના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ શનિવારે ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના મહામારીના કારણે કોઈ દર્શનાર્થીને કે હરિભક્તોને દર્શન માટે મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. ત્યારે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે મંદિરના સંતો દ્વારા વિવિધ ફળોનો કષ્ટભંજન હનુમાનજી દાદાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને આરતી કરવામાં આવી હતી.
હાલમાં કોરોના મહામારીના કારણે પ્રત્યક્ષ દર્શન માટે પ્રવેશ બંધી છે, જેથી આ અન્નકૂટનો દર્શનનો લાભ હરિભક્તોએ ઓનલાઇન કરવા માટે મંદિર દ્વારા જણાવ્યું હતું.
મહત્વનું છે કે હાલ સાળંગપુર મંદિર કોરોના વાઇરસના કારણે બંધ હોવાથી મંદિરની સવાર અને સાંજની આરતી સોશિયલ મીડિયા તથા સાળંગપુર હનુમાનજી મંદિરની વેબસાઇટ પર જોવા મળે છે.