- એસ.પી.સ્વામી ગઢડામાં ફરી પરત ફર્યા
- ગુજરાત હાઈકોર્ટે આપ્યો સ્ટે
- ગઢડા મંદિર પહોંચી ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા
બોટાદ : ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી અને પૂર્વ કોઠારી ઘનશ્યામ વલ્લભ સ્વામીને નાયબ કલેક્ટર દ્વારા 2 વર્ષ માટે 6 જિલ્લામાંથી તડીપારનો હુકમ કરવામાં આવ્યો હતો. જે બાબતે ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપતા બન્ને સંતો આજે બુધવારે ગઢડા આવી પહોંચ્યા હતા. જ્યાં શહેરના રાજકીય, સામાજિક આગેવાનો, આચાર્ય પક્ષના હરિભક્તો દ્વારા મોઢા મીઠા કરાવી ફુલહારથી સન્માન કર્યું હતું. તેમજ બન્ને સંતો ગઢડા મંદિરે પહોંચી ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા હતા. જ્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ગઢડાના એસ.પી.સ્વામી અને સ્વામી વલ્લભદાસજીને તડીપાર કરવાના આદેશ પર હાઇકોર્ટનો સ્ટે
વિવિધ સમાજના લોકો અને આગેવાનો દ્વારા મીઠા મોઠા કરવી સન્માન કર્યું
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલું સવામિનારાયણનું મુખ્ય મંદિર ગોપીનાથજી દેવ મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી અને પૂર્વ કોઠારી સ્વામીને બોટાદ નાયબ કલેક્ટરે તડીપારનો હુકમ કર્યો હતો. જે મામલે એસ.પી.સ્વામી દ્વારા તડીપાર કરવાના હુકમનો મુદ્દો હાઈકોર્ટમાં પડકારવામા આવ્યો હતો. જે ગઈકાલે ગુજરાત હાઇકોર્ટે તડીપાર હુકમને સ્ટે આપ્યો હતો. જેથી આચાર્ય પક્ષના સમર્થકોમાં તેમજ શહેરીજનોમાં આનંદની લહેર ઉઠી હતી.
હરીભક્તોમાં પણ ખુશી જોવા મળી
આજે બુધવારે એસ.પી.સ્વામી અને પૂર્વ કોઠારી સ્વામી બન્ને ગઢડા આવી પહોંચ્યા હતા. જ્યાં ગઢડા નગરપાલિકા દ્વારા નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ, સદસ્યો, ભાજપના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, વેપારીઓ અને આચાર્ય પક્ષના હરિભક્તો દ્વારા મીઠા મોઢા કરાવી ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે બન્ને સંતો ગઢડા મંદિર પહોંચ્યા હતા અને ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા હતા. જ્યારે બન્ને સંતો પર તડીપારના હુકમ પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવતા હરીભક્તોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : એસ.પી.સ્વામી અને પૂર્વ કોઠારીને 6 જિલ્લા માંથી કરાયા તડીપાર
પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી માટે બંદોબસ્ત ગોઠવાયો હતો
ગઢડામા ગોપીનાથજી દેવ મંદિરમાં દેવપક્ષ દ્વારા સરકારી તંત્ર દ્વારા આચાર્ય પક્ષ સામે ષડયંત્રો રચી સત્તાનો દુરૂપયોગ કરી પરેશાન કરી ખોટા કેસ ઉભા કરાવીને તડીપારનો હુકમ કરાવ્યો હતો, પરંતુ નામદાર ગુજરાત હાઇકોર્ટે આજે બુધવારે તડીપારના હુકમ પર સ્ટે મૂકી દુધનુ દુધ અને પાણીનું પાણી કર્યુ છે અને સત્યનો વિજય થયો છે. તેમ ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીએ જણાવ્યું હતું. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી માટે DYSP, PI, PSI સહિતનો મસમોટો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.