- 150 થી 180 બેડની હોસ્પિટલ બનશે
- વગર ભાડે કે ગ્રાન્ટ વગર સંકુલ વહીવટ તંત્રને આપ્યું
- બરવાળા કોવિડ 19 હોસ્પિટલ 48 બેડની સુવિધા છે
બોટાદ: જિલ્લાના આરાધના એજ્યુકેશનલ દ્વારા પોતાનું સમગ્ર કેમ્પસ કોવિડ -19 માટે વગર ભાડુ કે ગ્રાંટ વળતરની આશા રાખ્યા વગર વહીવટીતંત્રને આપ્યું છે. હાલ કેમ્પસમાં હોસ્પીટલ માટેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
બેડની અછતને કારણે લોકો પરેશાન
બોટાદ શહેર અને જીલ્લામાં સતત વધી રહેલા કોરોના કેસોના પગલે સરકારી તેમજ ખાનગી હોસ્પીટલમાં જગ્યાઓ ખાલી નહી હોવાના કારણે દર્દીઓ અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાલ બોટાદ જીલ્લાના બરવાળામાં સરકારી એક માત્ર કોવિડ -19 હોસ્પીટલ છે. તેમાં માત્ર 48 બેડોની સુવિધા છે. હાલ સતત વધતા કેસોના પગલે હોસ્પીટલ ફૂલ થયેલ છે.
150થી 180 બેડ વાળી કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે
આવા કપરા સમયમાં બોટાદ શહેરના ભાવનગર રોડ ઉપર આવેલ આરાધના એજ્યુકેશનલ કેમ્પસ દ્વારા પોતાનું બિલ્ડીંગ તથા તેના પાસે આવેલ લગભગ 1000 ચો.મી.નો ડોમ બોટાદ જિલ્લા વહિવટી તંત્રને ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ બનાવવા માટે કોઈ ભાડુ કે ગ્રાંટ વળતરની આશા રાખ્યા વગર સમગ્ર કેમ્પસ આપ્યું છે.આ કેમ્પસમાં 150 થી 180 બેડ વાળી હોસ્પીટલ બનશે અને તેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. અને થોડા દિવસોમાં આ હોસ્પીટલ કાર્યરત થઈ જશે.
બોટાદની જનતાને મળશે લાભ
કેમ્પસના ડાયરેક્ટ દિલીપ સાબવા દ્વારા જણાવ્યું હતું કે અમે બોટાદના ધારાસભ્ય સોરભ પટેલના માર્ગદર્શન હેઠળ અને તંત્ર પણ હાલ સજાગ છે અને કોવિડ -19 હોસ્પીટલ બનાવા માટે સાબવા પરિવાર દ્વારા સમગ્ર બિલ્ડીગ વગર ભાડે આપ્યું છે. અહિયાં લગભગ પરિસ્થિતિને ધ્યાને લઈ 180 બેડની સુવિધા ઉભી થશે અને અમને આનદ છે કે બોટાદ જીલ્લાની જનતાને આ હોસ્પીટલનો લાભ મળશે અને લોકોને રાહત મળશે અને જ્યાં સુધી તંત્ર ને બિલ્ડીગ જોઈ ત્યાં સુધી ઉપયોગ કરી શકશે.