ETV Bharat / state

ગઢડા માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન અને વાઇસ ચેરમેનની કરાઈ વરણી - khedut vikas panel

ગઢડા માર્કેટિંગ યાર્ડના નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. જેમાં વિજયી થયેલા કિરીટ હૂંબલે જણાવ્યું હતું કે, યાર્ડમાં ખેડૂતો માટે વિકાસના કામ કરી રહ્યા છીએ, તે જ રીતે વિકાસ પણ કરતા રહીશું.

ગઢડા
ગઢડા
author img

By

Published : Mar 7, 2021, 7:30 PM IST

  • 17 વર્ષથી સત્તા પર બેઠેલા કિરીટભાઈની પેનલનો થયો વિજય
  • કિરીટભાઇ હુંબલના પુત્ર સુભાષભાઈ હુંબલની ચેરમેન તરીકે કરાઈ વરણી
  • ખેડૂતોના વિકાસના કામો કરતા રહીશું : ચેરમેન

બોટાદ : ગઢડા માર્કેટિંગ યાર્ડમાં ગત 4 ડિસેમ્બરના રોજ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં કુલ 16 બેઠક પર ભાજપ સંચાલિત સહકાર પેનલ અને ખેડૂત વિકાસ ભાજપ પ્રેરિત પેનલમાં ભાજપના આગેવાનો સામ સામે ચૂંટણી લડી રહ્યા હતા. જેમાં વેપારી વિભાગની 4 બેઠક અને સહકારી વિભાગની 2 બેઠક મળી કુલ 6 બેઠક પર ભાજપ સંચાલિત સહકાર પેનલ બિનહરીફ વિજેતા થઈ હતી.

ગઢડા માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન

આ પણ વાંચો: બોટાદ: ગઢડા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સંચાલિત સહકારી ખેડૂત પેનલનો જંગી મતે વિજય

ભાજપ સંચાલિત સહકાર પેનલનો વિજય થયો

ખેડૂત વિભાગની 10 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં પણ તમામ બેઠકો પર ભાજપ સંચાલિત સહકાર પેનલનો વિજય થયો હતો. ઉપરાંત તમામ 16 બેઠક પર ભાજપ સંચાલિત સહકાર પેનલનો ભવ્ય વિજય થયો હતો. છેલ્લા 17 વર્ષથી સત્તા પર બેઠેલા કિરીટભાઈ હૂંબલની પેનલનો વિજય થતા કિરીટભાઈ હૂંબલના પુત્ર સુભાષભાઈ હૂંબલની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. આ વરણીને તમામ સભ્યો દ્વારા માન્ય રાખી નવ નિયુક્ત ચેરમેન સુભાષભાઈ હુંબલને મીઠું મોઢું કરાવી ગુલદસ્તો આપી તમામ આગેવાનો દ્વારા આવકારવામાં આવ્યા હતાં. આગામી દિવસોમાં પણ ખેડૂતના વિકાસ માટે જે રીતે કામો થઈ રહ્યા છે તે રીતે વિકાસના કામો કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.