- નાગરવેલનાં પાનમાંથી બનાવેલ વાંધા પહેરાવવામાં આવ્યા
- ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી
- ધનુરમાસ ચાલી રહ્યો છે, જેમાં અલગ અલગ આયોજનો કરવામાં આવ્યા છે
બોટાદઃ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરને કહેવાય છે કે શ્રધ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. જ્યા સાળંગપુર મંદિર રોજના ખુબ જ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન માટે આવતા હોઈ છે, તેમજ હનુમાનજી મદિરે અલગ-અલગ ત્યોહાર કે પછી શનિવાર હોઈ ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોઈ છે.
નાગરવેલનાં પાનમાંથી બનાવેલ વાઘા પહેરાવવામાં આવ્યા
હાલ પવિત્ર ધનુર માસ ચાલી રહ્યો હોવાથી જેમાં અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવતા હોઈ છે. ત્યારે શનિવારના રોજ હનુમાનજી દાદાનો વાર હોવાથી દાદાને ખાસ અલગ-અલગ પ્રકારની ઔષધિઓનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને ખાસ નાગરવેલનાં પાનમાંથી બનાવેલ વાઘા પહેરાવવામાં આવ્યા હતા. તેમજ આજે શનિવાર હોવાથી હજારોની સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
- સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના અન્ય સમાચાર
હનુમાનજી મંદિરમાં અલગ-અલગ ત્યોહાર કે પછી શનિવાર હોઈ ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે હાલ પવિત્ર ધનુર માસ ચાલી રહ્યો હોવાથી, શનિવારના રોજ હનુમાનજી દાદાને ગામડાની જે પ્રાચીન સંસ્કૃતિ છે તે પ્રકારનો શણગાર કરવામાં આવ્યો છે અને સો પ્રથમ વખત પવિત્ર ધનુર માસમાં ભવ્ય અને દિવ્ય વિવિધ 51 પ્રકારના ધાન્યના રોટલા તેમજ અલગ-અલગ 30 પ્રકારના શાક તેમજ પાપડ, છાસ, સલાડ સહિતનો થાળ હનુમાનજી દાદાને ધરવામાં આવ્યો હતો અને ખાસ કરીને ગામડાની સંસ્કૃતિ જળવાય રહે તે માટે આ પ્રકારનું આયોજન મંદિર વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ હરિ ભક્તોએ રોટલાના થાળ ઉત્સવ સાથે દાદાના દર્શન કર્યા હતા.
બોટાદ જિલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિતે મારૂતિ યજ્ઞ યોજાયો હતો. જેમાં હનુમાનજી દાદાને આઠ કિલો સોનાના હીરા જડિત આભૂષણોના વસ્ત્રો અપર્ણ કરવામાં આવ્યા હતા. આ તકે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વડતાલ ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગના સાક્ષી બનીને મોટી સંખ્યામાં ભક્તોએ ધન્યતા અનુભવી હતી.