- સ્વામિનારાયણ મહામંત્ર 219મા પ્રાગટ્ય દિવસ નિમિતે વિશેષ શણગાર
- દાદાના આજના સંગીતમય શૈલીના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી
- 51 સંગીતના સાધનોનો અદભુત નયનરમ્ય શણગાર
બોટાદ : સુપ્રસિદ્ધ કષ્ટભંજન દેવ સાળંગપુર મંદિરે પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે અને ખાસ દાદાનો પ્રિય વાર એટલે કે, શનિવારના દિવસે સંગીત વાધ્યોથી શણગારવામાં આવ્યા સફળા એકાદશી અને સ્વામિનારાયણ મહામંત્ર 219માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે હરિભક્તોએ વિશેષ દાદાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
હનુમાન દાદાને સંગીતના વિવિધ વાદ્યોનો શણગાર કરવામાં આવ્યો
વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દાદાના મંદિરે શનિવારે શાસ્ત્રી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન હનુમાન દાદાને વિશેષ સંગીત શણગાર કરવામાં આવ્યો હતો. અહીં કોઠારી વિવેકસાગર સ્વામીએ આજના દિવસનો મહિમા અંગે જણાવ્યું કે, ધનુર્માસનો છેલ્લો શનિવાર, સફળા એકાદશી અને સ્વામિનારાયણ મહામંત્ર 219માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે હનુમાન દાદાને સંગીતના વિવિધ વાદ્યોનો શણગાર કરવામાં આવ્યો હતો.