- લાંબા વિરામબાદ બોટાદ જિલ્લામાં વરસાદનું આગમન
- બોટાદની મધ્યમાં પસાર થતી ઉતાવળી નદીમાં આવ્યું પુર
- નદી પરથી પસાર થતી ગાડી તણાઈ
બોટાદ: શહેર સહિત જિલ્લામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બોટાદ જિલ્લામાં બોટાદ શહેર, ગઢડા, ગોરડક, સેથળી, સાળગપુર, પળીયાદ સહિત ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે શહેરના પળીયાદ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે.
આ પણ વાંચો- બોટાદમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી, વરસાદે સ્વચ્છતા અભિયાન અને રોડની કામગીરીની તંત્રની પોલ ખોલી
નદીમાં તણાઈ કાર
સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખાસ ગઢડા, પાળીયાદ, સાળંગપુર, ગોરડક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. હાલ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોના પાકને જીવન દાન મળ્યું હતું. ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. શહેરમાં ધોધમાર વરસાદના કારણે શહેરની મધ્યમાંથી પસાર થતી ઉતાવળી નદી વચ્ચેથી મેક્સ કાર પસાર થતા સમયે પાણીમાં તણાય હતી. મેક્સ કારમાં 10થી વધુ બાળકો હોવાનું સામે આવ્યું હતું. સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી. સ્થાનિકોની મદદથી તમામ બાળકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.