- આચાર્ય દેવવ્રતે અઢીસો કુંડલધામ મુલાકાત લીધી
- 11,000 વૃક્ષોનું વૃક્ષારોપણ તથા વિતરણ કરાયું
- વચનામૃત ગ્રંથના હિન્દી સંસ્કરણનું વિમોચન કર્યું
બોટાદ : બરવાળા તાલુકાના યાત્રાધામ સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી. જેમાં કુંડળધામ મંદિરના જ્ઞાનજીવનદાસજી સ્વામી સાથે રાજયપાલે કુંડળધામના મુખ્ય મંદિર, કુંડલેશ્વર મહાદેવજી મંદિર તેમજ દરબારગઢ ખાતે દર્શન કર્યા હતા.
આ પણ વાંચો : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઈન્ટરવ્યૂમાં કોરોના અને ગુજરાત સરકારના સેવા યજ્ઞ વિશે જણાવ્યું
11,000 વૃક્ષોનું વૃક્ષારોપણ તથા ભક્તોને વૃક્ષોનું વિતરણ કર્યું
અંદાજે અઢીસો એકરમાં ફેલાયેલા કુંડળધામના વિશાળ પ્રાકૃતિક સૌંદર્યને તેમજ ગીર ગૌશાળા, ઔષધ વાટિકા સહિતના વિવિધ સ્થાનોની મુલાકાત લીધી હતી. તેમજ રાજયપાલ વને જ્ઞાનજીવનદાસજી સ્વામીના શિષ્ય અક્ષરનિવાસી સંત પૂજ્ય અચલસ્વરૂપદાસજી સ્વામીની સ્મૃતિમાં 11,000 વૃક્ષોનું વૃક્ષારોપણ તથા વિવિધ ગામોથી આવેલા ભક્તોને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દાહોદમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી
સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી સ્વરૂપ વચનામૃત ગ્રંથનું વિમોચન કર્યું
મંદિરમાં યોજાયેલી સભામાં, માનસિક તથા શારીરિક સ્વાસ્થ્યમાં અતિ ઉપયોગી એવા સ્વાસ્થ્ય સુધા પુસ્તકના હિન્દી સંસ્કરણનું વિમોચન રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યું હતું. વડતાલધામ દ્વારા પ્રકાશિત હિન્દી ભાષામાં તૈયાર થયેલ શ્રીસ્વામિનારાયણ ભગવાનની પરાવાણી સ્વરૂપ વચનામૃત ગ્રંથનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો -
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વામીનારાયણ નિલકંઠ ધામના કાર્યક્રમમાં હાજરી આપી
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપી હાજરી
- રાજકોટમાં સ્વચ્છતા અભિયાન યોજાયું, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત
- ડાંગ જિલ્લાના ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંવાદ કર્યો