ETV Bharat / state

VHP દ્વારા રામ મંદિરના નિર્માણમાં બોટાદના ધાર્મિક સ્થળોની પવિત્ર માટી અને પવિત્ર જળ લેવાયા - VHP દ્વારા રામ મંદિરના નિર્માણમાં બોટાદના ધાર્મિક સ્થળોની માટી લેવાઈ

હાલમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વિવિધ ધાર્મિક સ્થળોની માટી ભેગી કરવામાં આવી રહી છે. આ દરમિયાન સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર તથા BAPS મંદિર દ્વારા પવિત્ર માટી અને જળ અર્પણ કરવામાં આવ્યું હતું.

રામ મંદિરના નિર્માણ
રામ મંદિરના નિર્માણ
author img

By

Published : Jun 24, 2020, 1:09 PM IST

બોટાદઃ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મંદિરના નિર્માણમાં બોટાદ જિલ્લાના પવિત્ર ધાર્મિક સ્થળોની પવિત્ર માટી તથા અભિષેક માટે પવિત્ર જળ લેવામાં આવ્યું હતું.

અયોધ્યામાં રામમંદિર બનાવવા અંગે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે હમણાં છેલ્લે ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કરવાનો ચુકાદો આવ્યો હતો. જેથી હાલમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બનાવવાની તડામાર તૈયારી ચાલી રહી છે.

VHP દ્વારા રામ મંદિરના નિર્માણમાં બોટાદના ધાર્મિક સ્થળોની પવિત્ર માટી અને પવિત્ર જળ લેવાયા

અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બનાવવા માટે સમગ્ર દેશમાં હિંદુ સમાજની આસ્થા છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારતના પવિત્ર મંદિરો તથા ધાર્મિક સ્થાનમાંથી પવિત્ર માટી તથા પવિત્ર જળ એકઠું કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશ્વવિખ્યાત પવિત્ર ધામ એવા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર તથા સાળંગપુરમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા પવિત્ર માટી અને પવિત્ર જળ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના પાયામાં નાખવા માટે તથા ભગવાન શ્રી રામની પ્રતિમા પર જળાભિષેક કરવા માટે માટી તથા જળ બોટાદ જિલ્લાવિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તથા કાર્યકરોને આ પવિત્ર માટી તથા જળ અર્પણ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ મંદિરના પાયામાં નાખવા માટે પવિત્ર માટી તથા પવિત્ર જળ બોટાદ જિલ્લાના તમામ ધાર્મિક સ્થળોએથી એકઠું કરી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ માટે પહોંચાડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.