ETV Bharat / state

ગઢડા ગોપીનાથજી મંદિર આવ્યું ફરી વિવાદમાં - news in Gadhada

ગઢડા ગોપીનાથજી મંદિર સતત વિવાદમાં જોવા મળે છે. ત્યારે ફરી એક વખત આ મંદિર વિવાદમાં આવ્યું છે. દેવ પક્ષ સતામાં છે, ત્યારે આચાર્ય પક્ષના પાર્ષદ રમેશ ભગત દ્વારા પોતાના સભ્યો સાથે ચેરમેનની ઓફીસ પહોંચી પોતાના ત્રણ સભ્યો સાથે બહુમતી હોવાથી ચેરમેન તરીકે સતા સંભાળી.

gadhada
ગઢડા
author img

By

Published : Dec 6, 2020, 5:24 PM IST

Updated : Dec 6, 2020, 9:02 PM IST

  • હરિજીવન સ્વામી દ્વારા ગણાવવામાં આવ્યું સંપૂર્ણ નાટક
  • ગેરકાયદેસર પ્રવેશ હોય જે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવશે : હરિજીવન સ્વામી
  • આચાર્ય પક્ષ દ્વારા પોતાની બહુમતી હોવાથી ચેરમેન તરીકે સતા સંભાળી

બોટાદ : ગઢડા ગોપીનાથજી દેવપક્ષ મંદિરમાં સતા પરિવર્તન થયું. જેમાં ચૂંટણી દરમિયાન દેવપક્ષ સતા પર આવ્યું હતું. 22 મી નવેમ્બરના રોજ જનરલ મીટિંગનું આયોજન કરવાનું હતું. ત્યારે ચેરીટી કમિશનરની જોગવાઈ મુજબ એજન્ડા બહાર પડ્યા હતા, પણ મીટિંગ થઈ નહિ. ત્યારપછી 14 દિવસમાં મીટિંગ કરવાની હતી, જે મીટિંગ પણ થઈ નહિ. જેને લઈ ચેરીટી કમિશનરની જોગવાઈ મુજબ આચાર્ય પક્ષના ત્રણ ટ્રસ્ટીઓ દ્વારા ઠરાવ પસાર કરી ચેરમેન તરીકે રમેશ ભગતની નિમણૂક કરવામાં આવી હતી.

ગઢડા ગોપીનાજી મંદિર આવ્યું ફરી વિવાદમાં
ગઢડા ગોપીનાથજી મંદિરમાં સતા પરિવર્તન સાથે વીડિયો વાયરલ

ગઢડા ગોપીનાથજી મંદિરમાં સતા પરિવર્તન સાથે વીડિયો વાયરલ થયો હતો. જેમાં આચાર્ય પક્ષના પાર્ષદ રમેશ ભગત દ્વારા મીટિંગના ઠરાવ મુજબ દેવપક્ષના સભ્યો ગેરહાજર હોવાથી અમારી બહુમતીથી અમે ચેરમેન બન્યા છીએ. જેને લઈ દેવપક્ષના હરિજીવન સ્વામી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરી ચેરમેન બન્યા છે, કોઈ ઠરાવ કરવામાં આવેલ નથી અને અમારી બહુમતી છે. થોડીવારમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને ગેરકાયદેસર પ્રવેશને લઈ ફરિયાદ કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.

હરિજીવન સ્વામી દ્વારા આ સંપૂર્ણ નાટક

આ બાબતે ચેરમેન હરિજીવન સ્વામી દ્વારા આ સંપૂર્ણ નાટક ગણાવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, અમારી બહુમતી હોવાથી સાંજ સુધીમાં દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તેમજ ઓફીસમાં ગેરકાયદેસર પ્રવેશ કરેલ હોય જે બાબતે ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે.

આચાર્યપક્ષ
આચાર્યપક્ષના રમેશ ભગતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ચેરીટી કમિશનરની ગાઈડલાઈન મુજબ સામાન્ય સભામાં સભ્યો ગેરહાજર હોવાથી અને અમારી બહુમતી હોવાથી ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે.

દેવપક્ષ
દેવપક્ષના હાલના ચેરમેન હરિજીવન સ્વામીએ સમગ્ર પ્રક્રિયાને નાટકીય ગણાવી અને સાંજે યોજાનાર બેઠકમાં દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તેમ જણાવ્યું હતું.

Last Updated : Dec 6, 2020, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.