ETV Bharat / state

ગઢડા 106 વિધાનસભા પેટા-ચૂંટણીના BJP મધ્યસ્થ કાર્યાલયનું શુક્રવારે ઉદ્ઘાટન - BJP central office inaugurated

ગઢડા 106 વિધાનસભા પેટા-ચૂંટણીના ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું આવતી કાલે એટલે કે શુક્રવારે ઉદ્ઘાટન થવાનું છે. જેમાં રાષ્ટીય પ્રદેશ ઉપાધ્યક્ષ ભારતી શિયાળ સહિત પ્રધાન કુંવરજી બાવળિયા, સૌરભ પટેલ, જવાહર ચાવડા ,વિભાવરી દવે સહિતના નેતાઓ હાજર રહેશે.

ETV BHARAT
ગઢડા 106 વિધાનસભા પેટા-ચૂંટણીના BJP મધ્યસ્થ કાર્યાલયનું શુક્રવારે ઉદ્ઘાટન
author img

By

Published : Oct 8, 2020, 11:57 PM IST

બોટાદઃ ગઢડા ખાતે 106 વિધાનસભાની પેટા-ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે, ત્યારે ગઢડા વિધાનસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન આવતી કાલે એટલે કે શુક્રવારે થવાનું છે. આ કાર્યાલયનું ઉદ્ધાટન પટેલ સમાજની વાડી ખાતે સવારે 9.30 કલાકે પ્રધાનોની હાજરીમાં કરવામાં આવશે. જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહેશે.

રાજ્યમાં 8 વિધાનસભાની પેટા-ચુંટણીઓની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જેને લઈ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના આગેવાનો કામે લાગી ગયા છે, ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા વિધાનસભાની પેટા-ચૂંટણી પણ યોજાવાની છે. જેને લઈ ગઢડા ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પહેલાંથી જ મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત ગઢડા વિધાનસભાને લઈ ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના રાષ્ટીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતી શિયાળ, પ્રધાન વિભાવરી દવે, કુંવરજી બાવળીયા, સૌરભભાઈ પટેલ, જવાહર ચાવડા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, ભાવનગર જિલ્લા સંગઠન પ્રભારી મહેશ કસવાલા, બાબુ જેબલિયા, પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ અને બોટાદ જિલ્લા સંગઠન પ્રભારી અમોહ શાહ હાજર રહેશે. આ ઉપરાંત ભાવનગર-બોટાદ જિલ્લાના હોદ્દેદારો તેમજ ભાવનગર જિલ્લાના ધારાસભ્યો, સરપંચો, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતઆગેવાનો અને કાર્યકરો હાજર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.