- બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહાસુખ દલવાડીએ શહેર કાર્યાલયે આપ્યું રાજીનામું
- ભાજપ પક્ષને પડી શકે મોટો ફટકો
- ગુજરાત પ્રદેશ ભાજપના આમંત્રિત કારોબારી સભ્ય હતા
બોટાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે ભાજપ અને કોગ્રેસ પક્ષમાંથી આગેવાનો અને કાર્યકરો નારાજગીને લઈ રાજીનામાં આપી રહ્યા છે, ત્યારે બોટાદમાં પણ ભાજપ અને કોગ્રેસમાં રાજીનામાં પડ્યા છે. જેમાં આજે રવિવારે ભાજપને વધુ એક રાજીનામું મળ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપના આમંત્રિત કારોબારી સભ્ય અને બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને દલવાડી સમાજના આગેવાન અને ભાજપના પાયાના કાર્યકર મહાસુખ દલવાડીએ શહેર ભાજપ પ્રમુખ ચંદુ સાવલિયાને પોતાનું ભાજપ પક્ષમાંથી ઓચિંતા રાજીનામું આપતા ભાજપ પક્ષમાં મોટો ફટકો પડી શકે છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે મહાસુખભાઈના રાજીનામાંને લઈને મોટી અસર પડી શકે તેમ છે. હાલ તો અગમ્ય કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.
પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છેઃ મહાસુખ દલવાડી
રાજીનામાંને લઈ નિવદેન આપતા જણાવ્યું કે, મારા અંગત કારણોસર મેં રાજીનામું આપ્યું છે. હાલના સંજોગો મુજબ હું કઈ કામ કરી શકું તેમ નથી. હું 2 વખત નગરપાલિકામાં પ્રમુખ રહી ચૂક્યો છું. પ્રદેશ ભાજપના આમંત્રિત કારોબારી સભ્ય છું. ભાવનગર જિલ્લામાં ઉપપ્રમુખ અને મંત્રી રહી ચૂક્યો છું અને સતત ચૂંટાતો આવ્યું છુ અને પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે.