- ગઢડા વિધાનસભા માટેનું મતદાન શરુ
- ઇવીએમમાં ખરાબી સર્જાતા મતદાનમાં અવરોધ
- અધિકારીઓ બુથ નંબર 203 પર દોડી આવ્યા
બોટાદ: આજે ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન શરુ થયુ છે. મતદારો વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા. કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તમામ મતદાન મથક પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઇવીએમ મશીન બંધ
ગઢડા 106 વિધાનસભાનું સવારે 7 વાગે મતદાન શરુ થયું છે.ગઢડા શહેરની એમ.એમ હાઈસ્કૂલ ખાતે બુથ નંબર 203 પરઇવીએમ મશીનમાં ખામી સર્જાતા ઇવીએમ મશીન બંધ થયું હતું.આ ઇવીએમ મશીન બંધ થતાં અધિકારીઓ બુથ નંબર 203 દોડી આવ્યા હતાં. ઇવીએમ મશીન શરૂ કરવામાં આવતા મતદાન શરુ કરવામાં આવ્યું હતું.