- બોટાદમાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
- કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ન્ટન્સના ઉડ્યા ધજાગરા
- ભાજપના આગેવાનો સહિત અનેક કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત
બોટાદઃ રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને પેટા ચૂંટણી અને દિવાળીના તહેવારો બાદ ફરી પાછા કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે કોરોનાને કાબુમાં લેવા રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યૂં પણ લગાવવામાં આવ્યું છે.
કોરોનાની ગાઈડલાઈન્સનો થયો ભંગ
એક બાજુ રાજ્ય સરકાર કોરોનાને લઈ કરફ્યૂ લગાવી રહી છે. ત્યારે બીજી તરફ રવિવારે બોટાદ સર્કીટ હાઉસના કમ્પાઉન્ડમાં ધારાસભ્ય સૌરભ પટેલનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જોરુ ધાધલ સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. આ સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન કોરોનાની ગાઈડલાઈન્સનો ભંગ જોવા મળ્યો હતો.
આમ જ રાજકીય મેળાવડા થશે તો કોરોના કાબૂમાં કેવી રીતે આવશે?
ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકતાઓ જ કોરોનાની ગાઈડલાઈનનું પાલન નથી કરતા, ત્યારે જો આવી જ રીતે રાજકીય મેળાવડા થશે તો કોરોના કાબૂમાં કેવી રીતે આવશે? કાર્યક્રમમાં જો આમ જ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થતું રહેશે તો આવનારા દિવસોમાં રાજ્યમાં કોરોનાના કેસમાં હજૂ પણ વધારો થવાની શક્યતા છે, ત્યારે આ બાબતે સૌરભ પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં પણ આ પ્રમાણે કાર્યક્રમો તો ચાલુ જ રહેશે, લોકોએ જાતે જ નિયમોનું પાલન કરવું જોઈશે.