- સ્વચ્છતા સર્વેક્ષણ 2021 અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું કર્યું આયોજન
- કોલેજ ,સ્કૂલના 50 જેટલા વિધાર્થીઓએ બનાવ્યા ચિત્રો
- કોરોનામાં સોશિયલ ડિસ્ટન્ટ જાળવાઇ તેવા હેતુસર બનાવ્યા ચિત્રો
બોટાદ: નગરપાલિકા દ્વારા લોકોમાં સ્વચ્છતા અને કોરોના પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુસર સ્વચ્છતા સર્વેક્ષણ 2021 અંતર્ગત નગરપાલિકા કચેરી ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલ, કોલેજના 50 જેટલા વિધાર્થી અને વિધાર્થીનીઓ દ્વારા નગરપાલિકાની દિવાલો ઉપર અલગ અલગ પ્રકારના સ્વચ્છતા અને કોરોનાના ચિત્રો બનાવ્યા હતા.
બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ રહ્યા હાજર
આ ચિત્રો જોઈ લોકો સ્વચ્છતા રાખે અને કોરોનામાં સોશિયલ ડિસ્ટનસ જાળવે તેવા હેતુસર આ ચિત્રો બનાવવામાં આવ્યા હતા, ત્યારે આ ચિત્ર સ્પર્ધામાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા સહિત નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.