બોટાદઃ શ્રીમતી ભાટિયા મેડમ જે ગુજરાતના DGP આશિષ ભાટિયાના ધર્મપત્ની છે. પાળિયાદ જગ્યાના મહંત મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુના દર્શન કર્યા હતા.
ગુજરાતના ડી.જી.પી. આશિષ ભાટિયાના ધર્મપત્ની પાળીયાદની મુલાકાતે રાજ્યના DGP આશિષ ભાટિયા રવિવારના રોજ બોટાદ જિલ્લાની મુલાકતે આવ્યા હતા, ત્યારે તેમના ધર્મપત્ની શ્રીમતી ભાટિયા પણ તેમની સાથે આવ્યા હતા. ત્યારે શ્રીમતી ભાટિયા દ્વારા સુપ્રસિદ્ધ પાળિયાદ વિસામણ બાપુની જગ્યાની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં મદિરના મહંત દ્વારા તેમનું શાલ ઓઢાડી સ્વાગત કરાયું હતું તેમજ મંદિરના ભયલુબાપએ સમગ્ર મંદિરની માહિતી આપી હતી.
ગુજરાતના ડી.જી.પી. આશિષ ભાટિયાના ધર્મપત્ની પાળીયાદની મુલાકાતે સૌરાષ્ટ્રની પ્રખ્યાત દેહાણ પરમ પૂજ્ય વિસામણબાપુની જગ્યા પાળિયાદ ખાતે આવેલી છે. જ્યાં રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથના દર્શન માટે અને આશીર્વાદ લેવા શ્રીમતી ભાટિયા મેડમ આવ્યા હતા. જે ગુજરાતના DGP આશિષ ભાટિયા સાહેબના ધર્મપત્ની છે. તેમણે મહંત 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુના દર્શન કર્યા હતા. તેમજ બા સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મંદિરના સંચાલક ભયલુબાપુ સાથે ચર્ચા પણ કરી હતી.
ગુજરાતના ડી.જી.પી. આશિષ ભાટિયાના ધર્મપત્ની પાળીયાદની મુલાકાતે આ ઉપરાંત જગ્યાની બણકલ ગૌશાળા તેમજ વિહળ વાટિકા કૈલાશ બંગલોની મુલાકાત લઈ જગ્યાનો વિકાસ તેમજ આયોજન અને સ્વચ્છતા જોઈ ખૂબ પ્રભાવિત થયા હતા. તેમજ આવકારો સત્કાર અને મહેમાનગતિ માણી ખૂબ ખુશ થયા હતા.