ETV Bharat / state

સાળંગપુર હનુમાનજી મંદિરે ભક્તો દ્વારા બનાવવામાં આવેલા રૂપિયા 6.5 કરોડના સુવર્ણના વાઘા અર્પણ કરાયા

બોટાદ જિલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિતે મારૂતિ યજ્ઞ યોજાયો હતો. જેમાં હનુમાનજી દાદાને આઠ કિલો સોનાના હીરા જડિત આભૂષણોના વસ્ત્રો અપર્ણ કરવામાં આવ્યા હતા. આ તકે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વડતાલ ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગના સાક્ષી બનીને મોટી સંખ્યામાં ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભક્તો દ્વારા 6.5 કરોડના ખર્ચે બનાવેલ સુવર્ણ વસ્ત્રો કર્યા અર્પણ

author img

By

Published : Nov 14, 2020, 10:31 PM IST

  • સાળંગપુર હનુમાનજી મંદિરે મારૂતિ યજ્ઞ યોજાયો
  • હનુમાનજી દાદાને 8 કિલો સુવર્ણના વસ્ત્રો અર્પણ કરાયા
  • શિક્ષણ પ્રધાન અને વડતાલ ગાદીપતિ રહ્યા હાજર
  • સુવર્ણ વાઘાના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા

સાળંગપુર: ભારતીય સંસ્કૃતિમાં જ્યોતિષ શાસ્ત્રનું ઘણું મહત્વ છે. તમામ શાસ્ત્રોના મત મુજબ ત્રણ રાત્રિનું ખુબજ મહત્વ હોય છે. જેમાં મહાશિવરાત્રી, કુષ્ણ પ્રાગટ્ય અને કાળીચૌદશ. જેમાં કાળી ચૌદશની રાત્રીમાં સ્વામિનારાયણ ભગવાનના કહ્યા મુજબ હનુમાનજીનું પૂજન કરવામાં આવે છે. તાંત્રિકો માટે ખુબ જ મહત્વની અધ્યાત્મિક વિધિ તેમજ સુખ અને સંપતિ ઈચ્છતા લોકો માટે આજના દિવસનું ખુબ જ મહત્વ છે. આ મહારાત્રીમાં અધ્યાત્મિક સાધના, મંત્ર જાપ, યજ્ઞ-હવન પૂજન કરી અને ફળ પ્રાપ્ત થાય તેવી આશા રાખે છે.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભક્તો દ્વારા 6.5 કરોડના ખર્ચે બનાવેલ સુવર્ણ વસ્ત્રો કર્યા અર્પણ
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભક્તો દ્વારા 6.5 કરોડના ખર્ચે બનાવેલ સુવર્ણ વસ્ત્રો કર્યા અર્પણ

આજે શનિવાર અને કાળી ચૌદસનો સંયોગ

આજે કાળી ચૌદશ અને શનિવારના દિવસે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે સવારથી જ મહાઆરતી, છડીનો અભિષેક, પૂજા તેમજ મારૂતિ યજ્ઞ યોજાયો હતો. સાથે જ દાદાને અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો. આજે દાદાનો વહાલો શનિવાર છે અને આજે કાળી ચૌદશ પણ છે જેનો અનોખો સંયોગ આજે છે. દુર-દુરથી મોટી સંખ્યામાં હરિભકતો આવી યજ્ઞમાં ભાગ લઈ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

હનુમાનજી દાદાને 8 કિલો સોનાના હીરા જડિત આભૂષણોના વસ્ત્રો અર્પણ કરાયા

આજે કષ્ટભંજન દેવને રૂપિયા 6.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા 8 કિલો સોનાના આભૂષણો અપર્ણ કરવામાં આવ્યા હતા. આ સમયે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વડતાલ ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજ સહિત મોટી સંખ્યામાં સંતો અને મહંતો હાજર રહ્યા હતા. બીજી તરફ આજે દાદાના સુવર્ણ વસ્ત્રોના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.