બોટાદઃ ઈટીવી ભારતના માધ્યમથી બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને લોક સંદેશ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, આ વાઇરસ ચેપીરોગ છે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ. આ ઉપરાંત લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને સરકારના આદેશોનું પાલન કરવું જોઈએ.
ચેરમેને લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આ વાઇરસથી બચવા માટે વારંવાર સેનિટાઈઝરથી અથવા સાબૂથી હાથ ઘોવા જોઈએ.
વધુમાં તેમણે કહ્યું કે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પૂરતા પ્રમાણમાં શાકભાજી આવે છે. જેથી લોકોએ માર્કેટિંગ યાર્ડમાં ભીડ કરવી નહીં. આ ઉપરાંત પ્રશાસન દ્વારા ઘરે-ઘરે શાકભાજી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી જરૂર વગર લોકોએ ઘરની બહાર નીકળવું નહીં અને સરકારના આદેશોનું પાલન કરવું.