બોટાદઃ કુંવરજી બાવળીયા ગઢડા પેટા ચૂંટણીના 106 વિધાનસભાના ભાજપના ઇન્ચાર્જ પણ છે. તેમણે ઢસા, વિકળિયા અને વાવડી ખાતે કોળી સમાજના આગેવાનો સાથે ચૂંટણી પ્રચારને લઇને તેમજ વિવિધ આયોજન સંદર્ભે બેઠક કરી હતી. સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને બેઠક કરી હતી. ગઢડા બેઠકની પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરે મતદાન પ્રક્રિયા યોજાશે અને 10 નવેમ્બરે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ બેઠક પર કોંગ્રેસના પ્રવીણ મારુએ રાજીનામું આપ્યું હોવાથી આ બેઠક ખાલી પડી છે.
કોરોના ગાઈડલાઈન્સને લઇને સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે આજની મિટિંગમાં કોળી સમાજ આગેવાનો અને પ્રધાન બાવળીયા જોવા મળ્યાં હતાં.