ETV Bharat / state

પેટાચૂંટણીઃ ગઢડામાં 307 મતદાન મથકમાં 2.50 લાખ મતદારો વોટિંગ કરશે - ગઢડા

ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર તમામ રીતે સજ્જ છે. કોવિડ-19ને અનુલક્ષીને શારીરિક અક્ષમ અને કોવિડ પોઝિટિવ, શંકાસ્પદ દર્દીઓ માટે પોસ્ટલ બેલેટની જોગવાઈ કરાઈ છે. કોવિડ પ્રોટકોલને જાળવવા 1 હજાર કરતા વધુ મતદાતા ધરાવતા મતદાન મથક પર પૂરક મતદાન મથક ઊભું કરાશે. 75 પૂરક મતદાન મથકો ઊભા કરાશે.

પેટાચૂંટણીઃ ગઢડામાં 307 મતદાન મથકમાં 2.50 લાખ મતદારો વોટિંગ કરશે

author img

By

Published : Oct 1, 2020, 7:30 PM IST

ગઢડાઃ કોવિડ-19ને અનુલક્ષીને શારીરિક અશક્ત અને કોવિડ પોઝિટિવ, શંકાસ્પદ દર્દીઓ માટે પોસ્ટલ બેલેટની જોગવાઈ કરાઈ છે. કોવિડ પ્રોટોકોલને જાળવવા 1 હજાર કરતા વધુ મતદાતા ધરાવતા મતદાન મથક પર પૂરક મતદાન મથક ઊભું કરાશે. 75 પૂરક મતદાન મથકો ઊભા કરાશે.

પેટાચૂંટણીઃ ગઢડામાં 307 મતદાન મથકમાં 2.50 લાખ મતદારો વોટિંગ કરશે
પેટાચૂંટણીઃ ગઢડામાં 307 મતદાન મથકમાં 2.50 લાખ મતદારો વોટિંગ કરશે

ગઢડા બેઠકની પેટા ચૂંટણી માટે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીની રૂપરેખા માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.પી.પટેલે જણાવ્યું કે, આ ચૂંટણીમાં કેન્દ્રીય ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ કોવિડ-19ને ધ્યાનમાં રાખી 80 વર્ષથી વધુ ઉંમરના વડીલ, શારીરિક રીતે અશક્ત વ્યક્તિ અને કોવિડ પોઝિટીવ કે શંકાસ્પદ દર્દીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે જોગવાઈ કરવામાં આવી છે. પણ તે માટે અરજદારે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. આ માટેની અરજી જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી 5 દિવસમાં કરવાની રહેશે. આ અરજીના આધારે રિટર્નિંગ ઓફિસર મંજૂરી આપશે.
પટેલે વધુમાં કહ્યું, કોવિડ મહામારીના કારણે ઊભી થયેલી સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જરુરી છે. આથી ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર, એક હજારથી વધુ મતદાતા હોય તે મતદાન મથકો પર પૂરક મતદાન મથક ઊભા કરાશે. ગઢડા બેઠક માટે 75 જેટલા પૂરક મતદાન મથક ઊભા કરવાનું આયોજન હાથ ધરાયું છે.

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આગળ કહ્યું, ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર રાજકીય પક્ષ કે ઉમેદવારોને જાહેરસભા, સરઘસ માટેની મંજૂરી મળશે અને આ અંગે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરાશે. મતદાન, ચૂંટણી ખર્ચ કે આચાર સંહિતા સંબંધિત ફરિયાદ માટેનો ઉકેલ હેલ્પલાઈન નંબર – 1950 (ટોલફ્રી) પરથી મળી રહેશે. ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની સહભાગીતા વધારવા ચૂંટણી પંચે સખી મતદાન મથક ઊભા કરવા માટેની ગાઈડલાઈન આપવામાં આવી છે, જે અન્વયે 5 (પાંચ) સખી મતદાન મથક પણ ઊભા કરવામાં આવશે, જેમાં 2 વલ્લભીપુર, 2-ગઢડા અને 1 ઊમરાળા તાલુકામાં રહેશે. ઉલ્લેખનીય છે કે, સખી મતદાન મથકનું સંચાલન બહેનો દ્વારા જ કરવામાં આવે છે. ચૂંટણી પ્રક્રિયામાં સંકલનને વધુ અસરકારક બનાવવા 24 નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને જરૂરિયાત મુજબ માઈક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરાશે.

ગઢડા પેટા ચૂંટણીનો કાર્યક્રમઃ-

જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ- 9 ઓક્ટોબર 2020
ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ- 16 ઓક્ટોબર 2020
ઉમેદવારીપત્ર ચકાસણીની તારીખ- 17 ઓક્ટોબર 2020
ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની તારીખ- 19 ઓક્ટોબર 2020
મતદાનની તારીખ – 3 નવેમ્બર 2020
મતગણતરીની તારીખ – 10 નવેમ્બર 2020

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.