બોટાદ : જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા વિભાગીય પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમ દ્વારા બોટાદના વોર્ડ નંબર-9નાં કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લેવામાં આવી હતી.
જેમાં સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યાંના વિસ્તારના મુસ્લિમ આગેવાનો સાથે મીટિંગ કરવામાં આવી હતી. આ મીટિંગમાં જણાવવામા આવ્યુ કે, આ વિસ્તાર કોરોના વાઈરસથી સંક્રમીત થયેલો હોવાથી અને તેનો ફેલાવો બીજા વિસ્તારમા ન થાય અને આ વિસ્તાર પણ કોરોના મુક્ત થઈ જાય તેવા પ્રયત્નો કરવા અને લોકોએ ઘરમાં જ રહેવું, કામ વગર બહાર ન નિક્ળવું અને નજીકના દિવસોમાં પવિત્ર રમજાન માસ આવતો હોવાથી લોકોએ પોતાના ઘરમાં જ ઈબાદત અને ઉજવણી કરવી. બીજા કોઈ લોકોને પોતાના ઘરે બોલાવવા નહીં.
આગેવાનો અને પોલીસ દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યાં છે, તે આ વિસ્તારના લોકોના હિત માટે છે. વાઈરસને અટકાવવા માટે આગેવાનો અને પોલીસ પ્રશાસનને "મદદરૂપ બનો પણ અડચણરૂપ નહી".
આમ છતાં પણ જો લોકો પોતાના ઘરની બહાર નીકળવાના પ્રયત્નો કરશે તો તેઓની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામા આવશે. છતાં પણ જો લોકો દ્વારા લોકડાઉન નું ઉલ્લંઘન કરવામાં આવશે તો આવા લોકો વિરૂધ્ધ પાસાની પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામા આવશે.