ETV Bharat / state

CM રાહત ફંડમાં પાળિયાદ વિસામણબાપુની જગ્યા તરફથી રૂપિયા 5 લાખનું દાન અપાયું

હાલના કોરોના વાઈરસની મહામારીને લઈને પાળીયાદ ગામે આવેલી વિસામણબાપુની જગ્યા તરફથી મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા 5 લાખનું અનુદાન કરવામાં આવ્યું છે. આ સાથે 250 મણ ઘઉં અને 250 મણ ચોખા કુલ મળીને 500 મણ અનાજનું દાન આપવામાં આવ્યું છે.

botad padiyad visaman bapu ashram donate 5 lakh to cm fund for corona relief
CM રાહત ફંડમાં બોટાદના પાળીયાદ વિસામણબાપુની જગ્યા તરફથી આપ્યા રૂપિયા 5 લાખ
author img

By

Published : Mar 28, 2020, 12:22 PM IST

બોટાદઃ પાળિયાદ ગામે આવેલા પૂજ્ય વિસામણબાપુની જગ્યા તરફથી હાલની કોરોના વાઈરસને લઈને જે મહામારી ઉંભી થઈ છે. તેને લઈને મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા 5 લાખનું દાન કરવામાં આવ્યું છે. તેમજ ઘઉં અને ચોખા પણ આપવામાં આવ્યા છે.

બોટાદ તાલુકાના પાળિયાદ ગામે પૂજ્ય વિસામણબાપુની જગ્યા આવેલી છે. હાલની કોરોના વાઈરસની મહામારીને લઈને સમગ્ર ગુજરાતમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ છે. લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારી તંત્ર તરફથી અથાગ મહેનત કરવામાં આવે છે.

CM રાહત ફંડમાં બોટાદના પાળીયાદ વિસામણબાપુની જગ્યા તરફથી આપ્યા રૂપિયા 5 લાખ

હાલની આવી પરિસ્થિતિમાં સરકારને પહોંચી વળવા માટે સહાયરૂપ થવા માટે પાળીયાદના વિસામણબાપુની જગ્યા તરફથી મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા 5 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 500 મણ જેટલું અનાજ પણ રાહત ફંડ માટે આપવામાં આવ્યું છે. જેનો ચેક બોટાદ કલેકટરને અર્પણ કરવામાં આવ્યો હતો.

પૂજ્ય વિસામણબાપુની જગ્યાના મહંત તરફથી લોકોને અનુરોધ કરવામાં આવે છે કે, લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે અને પોતાના ઘરમાં જ રહે. તેમજ સરકારી તંત્ર દ્વારા બીજી સૂચના આપવામાં આવે છે, તેનો અમલ કરે તેમજ સરકારી તંત્ર તરફથી ઘેરબેઠા જ આવશ્યક ચીજવસ્તુ મળી રહે છે. તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાથી લોકો ઘરની બહાર ન નીકળે તેવી અપીલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.