બોટાદ : રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને લઈને ફરી ચિંતાનો માહોલ જામ્યો છે. બોટાદમાં પણ વધી રહેલા કોરાના કેેસને તંત્ર સજ્જ થઈ ગયું છે. બોટાદ જિલ્લા કલેકટરે સરકારી હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટર ડૉ.જીન્સી રોય સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. કોરોનાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા સર્વગ્રાહી સમીક્ષા કલેકટર દ્વારા કરવામાં આવી હતી.
સુચનો સાથે માર્ગદર્શન આપ્યું : જિલ્લા કલેક્ટર ડૉ.જીન્સી રોય એ સોનાવાલા હોસ્પિટલ સ્થિત PSA ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ, RTPCR લેબ અંગે જાણકારી મેળવી હતી. તેમજ જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં કોરોનાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગ દ્વારા અનેકવિધ આગોતરા પગલા લેવામાં આવી રહ્યા છે, ત્યારે ગઇકાલે જિલ્લા કલેક્ટર ડૉ.જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણિયાએ બોટાદની સોનાવાલા હોસ્પિટલની મુલાકાત લઇને કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો : Corona Update Gujarat : મોકડ્રિલમાં સામે આવી ઓક્સિજન પ્લાન્ટસની ખામીઓ, રસીના ડોઝની અછત, આરોગ્યપ્રધાને શું કહ્યું જૂઓ
ઝીણવટપૂર્વક જાણકારી મેળવી : આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે સોનાવાલા હોસ્પિટલ સ્થિત PSA ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ, ઉપલબ્ધ બેડ દવાઓ, RTPCR લેબ તેમજ સ્ટાફની કામગીરી અંગે ઝીણવટપૂર્વક ની વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ ઉપરાંત આરાધના કેમ્પસની સ્થળ મુલાકાત લીધી હતી. આગામી સમયમાં જિલ્લામાં કોરોનાના કોઈ પણ દર્દી સામે આવે તો તેઓને તાત્કાલિક સારવાર મળી રહે. તે માટે જરૂરી સુવિધાઓની સમીક્ષા કરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ પણ વાંચો : છત્તીસગઢમાં કોરોના બેકાબુ, સક્રિય દર્દીઓની સંખ્યા વધતા આરોગ્ય વિભાગે કરી મોકડ્રીલ
આરોગ્ય તંત્ર સુસજજ : મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડો.અવસ્થીએ ETV Bharat સાથેની ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે, સંભવિત કોવિડ-19ને અનુલક્ષીને સોનાવાલા હોસ્પિટલ ખાતે કરવામાં આવેલી તૈયારીઓ અંગે જાણકારી પૂરી પાડી હતી. તેમજ આગામી કોવિડ 19ની સંભવિત લહેરને પહોંચી વળવા આરોગ્ય તંત્ર સુસજજ હોવાનું કહ્યું હતું.