બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બોડીયા ગામના દલિત સમાજના ભરતભાઈ લવજીભાઈની ખેતીની જમીન છે, જે જમીન માથાભારે તત્વો દ્વારા પડાવી લીધી હોવાના આક્ષેપ સાથે તેઓએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી .પરંતુ આ ફરિયાદના કાગળોમાં સહી કરવાની છે તેમ કહી સમાધાનના કાગળોમાં સહી કરાવી લીધી હતી.
આ બાબતે તેઓએ લગતા વળગતા તમામ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. તેમ છતાં તે ફરિયાદનો કોઈ નિર્ણય નહિ આવતા ફરિયાદીએ બોટાદ કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપન કરવાની જાણ કરતા બોટાદ પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આત્મવિલોપનનો પ્રયાસ ભરતભાઈ દ્વારા કરવામાં આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.