બોટાદ ખાતે ખસ રોડ પર મોહમ્મદ નગર તથા પઠાણ વાડી વગેરે વિસ્તાર આવેલ છે. આ વિસ્તારમાં મોટાભાગે મુસ્લિમ સમાજની વસ્તી આવેલ છે. આ વિસ્તારમાં બોટાદ નગરપાલિકા તરફથી પાયાની સુવિધાથી વંચિત રાખવામાં આવેલ છે. જેવા કે, રોડ રસ્તા, ગટર તેમજ સફાઈનો અભાવ જોવા મળે છે. તેમજ પીવાના પાણી પણ સમયાંતરે આપવામાં આવતું નથી.
આ વિસ્તારમાં મસ્જિદ આવેલ છે અને લોકોનું કહેવું છે કે, ચોમાસા દરમિયાન તો અહીં પણ ચાલી શકાતું નથી અને કીચ્ચડમાંથી પસાર થવું પડે છે. તેમજ સફાઈ નિયમિત રીતે થતી નથી અને કચરા માટે ગાડી આવે છે. તે સમયસર અને નિયમિત આવતી નથી અને જ્યારે આવે છે, ત્યારે ઉતાવળ જતા રહે જેના કારણે કચરો ભેગો થાય તેમજ ગટરના ઢાંકણા ખુલ્લા છે તથા જાહેર રોડ પર ગંદકી જોવા મળે છે.
આ બાબતે આ વિસ્તારના રહીશોએ વારંવાર રજૂઆત કરે છે. છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. જેથી આ વિસ્તારના લોકો ઇચ્છી રહ્યા છે કે, આ વિસ્તારમાં બોટાદ નગરપાલિકા દ્વારા પાયાની જે કોઈ સુવિધા મળવી જોઈએ કે, તમામ સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.