એક યુવાન ગાયુ ચરાવતા ત્યારે અચાનક પોતાની વાછડી કેનાલમાં પડી જતા તેને બચાવવા માટે કેનાલમા જતા ડુબી જવાથી યુવકનું મોત થયુ છે. આ ઘટનાની જાણ બોટાદ ફાયર બ્રિગેડને કરતા ટીમ ઘટના સ્થળે પહોચી ડુબી ગયેલ વ્યક્તીની શોધખોળ શરુ કરી હતી. યુવક કેનાલના સાયફંડના નાળામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે.