- પાલિતાણા ચ.મો. વિદ્યાલય ખાતે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી
- જેમાં વિદ્યાર્થીઓની વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી
- વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા
ભાવનગર: પાલિતાણા તળેટી ખાતે આવેલી ચ.મો. વિદ્યાલયમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે પાલિતાણા તાલુકાનાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી સાહિત્યકારોના વિવિધ ચાર્ટ અને ચિત્રો વિદ્યાર્થીઓ દ્વારા પ્રદશિર્ત કરવામાં આવ્યાં હતા. ગુજરાતી ભાષાના ઉત્તમ પુસ્તકોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આપણી ભાષાના વિવિધ સામયિકોની માહિતી પણ વિદ્યાર્થીઓ દ્બારા આપવામાં આવી હતી.
યુવા કવિ સ્નેહી પરમારની વિશેષ ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના યુવા કવિ સ્નેહી પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય ઘનશ્યામસિંહ રાઠોડ જીગ્નેશ વ્યાસ તેમજ ચ.મો.વિદ્યાલયના ભાષા શિક્ષકોએ ભારે જહેમત ઊઠાવી હતી. આ કાર્યક્રમમાં પાલિતાણા તાલુકાનાં ભાષા શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા.