ETV Bharat / state

Bhavnagar News: ભાવનગરમાં પરેડ કરી ઘરે પહોંચ્યા બાદ મહિલા કોન્સ્ટેબલનું હાર્ટએટેકથી મોત - મહિલા કોન્સ્ટેબલનું હાર્ટએટેકથી મોત

ભાવનગરમાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પરેડ કરી ઘરે પહોંચ્યા બાદ તેમને હાર્ટએટેક આવ્યો હતો. બનાવ બાદ તેમને હોસ્પિટલ લઈ જવાયા પરંતુ તબીબે મૃત જાહેર કર્યા હતા.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 12, 2023, 9:17 PM IST

ભાવનગર: સમગ્ર ગુજરાતમાં નાની વયના લોકોને હાર્ટએટેક આવવાના કિસ્સાઓ સામે આવેલા છે. રાજકોટમાં એક વિદ્યાર્થીને પણ હાર્ટ એટેકનો કિસ્સો આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ભાવનગરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલાનું હાર્ટ એટેકથી મૃત્યુ થવાનો કિસ્સો સામે આવ્યો છે.

કોન્સ્ટેબલ મહિલાનું હાર્ટએટેકથી મોત: મહિલા પોલીસ કોન્સ્ટેબલ મૂળ ટીમાણા ગામના રહેવાસી મહિલા છે. 11 તારીખના દિવસે ફરજ બજાવીને રાત્રે પરત ઘરે ગયા બાદ પોલીસ કોન્સ્ટેબલ મહિલાને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને તબીબે મૃત જાહેર કર્યા હતા. સમગ્ર બનાવને લઈને પોલીસ તંત્રમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

" કવિતાબેન ભટ્ટ ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે. તેઓ નાની વયના પોલીસ કર્મચારી છે. ગઈકાલે પરેડમાં ફરજ બજાવ્યા બાદ તેઓ ઘરે પહોંચ્યા હતા. ઘરે પહોંચ્યા બાદ અચાનક છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં તબીબે તપાસીને તેમનું મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કવિતાબેન ભટ્ટ ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહે છે અને અંદાજે 28 વર્ષની ઉંમરના છે. જો કે તેઓ પરિણીત અને સંતાન પણ તેમને છે. - આર. આર. સિંઘલ, ભાવનગર DYSP

પોલીસ કર્મીઓમાં શોક: ભાવનગર શહેરમાં કોન્સ્ટેબલ ફરજ બજાવીને ઘરે ગયા બાદ હાર્ટએટેકથી મૃત્યુને પગલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમગ્ર પોલીસ તંત્રમાં નાની ઉંમરમાં પોલીસ કોન્સ્ટેબલને મૃત્યુને પગલે ચર્ચાઓ થઈ રહી છે. બનાવને લઈને ઉચ્ચ અધિકારીઓએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. જો કે નાની વયના હોઈ તેને હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે લોકોમાં પણ આ પ્રકારની ઘટનાઓને લઈને ચિંતાઓ જોવા મળી રહી છે.

  1. યમદેવનું ઓનલાઈન તેડું! FB Liveમાં Heart attack આવતાં રાજકોટના વકીલનું મોત
  2. Surat News : એક જ રાતમાં સચીનમાં બે વ્યકિતના હાર્ટએટેકથી મોત, સુરતમાં અચાનક મોતનો સિલસિલો યથાવત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.