- બ્રીક યોજના ભાવનગરમાં થશે લાગુ
- ભાવનગર મહાનગરપાલિકાનું નવું સોપાન
- ભાવનગરમાં પ્લાસ્ટિકના નિકાલ માટે નવી યોજના
ભાવનગર: મહાનગરપાલિકાનું સોલીડવેસ્ટ વિભાગ કચરાના નિકાલ માટે બ્રીક યોજના લાવી રહી છે. ઇલો બ્રીક એટલે એવું પ્લાસ્ટિક જે કચરાના સ્વરૂપમાં હોઈ તેવું યુઝ એન્ડ થ્રો પ્લાસ્ટિક એક બોટલમાં ભરીને મહાનગરપાલિકાને આપવામાં આવશે તો તેની કિંમત આપશે. જુઓ સંપૂર્ણ વિગત ડેમો સાથે...
ભાવનગર મહાનગરપાલિકા પ્લાસ્ટિકને લઈને નવું સોપાન શરૂ કરવા જઈ રહી છે. સોલીડવેસ્ટ વિભાગ ગેરકાયદેસર વહેચાતું પ્લાસ્ટિક સહિત અન્ય પ્લાસ્ટિક જે યુઝ એન્ડ થ્રો છે. તેના નિકાલ માટે નવી યોજના બનાવી છે. જેમાં પ્લાસ્ટિકના પૈસા પણ મનપા આપશે.
ઇકો બ્રીક યોજના પ્લાસ્ટિક નિકાલ માટે લાવશે
મનપા ભાવનગર મહાનગરપાલિકાનું સોલીડવેસ્ટ દિવસેને દિવસે કચરાના નિકાલ અને પ્લાસ્ટિકના નિકાલ માટે સજાગ બન્યું હોઈ તેવું લાગી રહ્યું છે. સોલીડવેસ્ટ વિભાગ બ્રીક યોજના અમલમાં લાવી રહી છે એ યોજનાથી પ્રજાને નજીવો આર્થિક ફાયદો કરાવવામાં આવશે પણ જે કામ કરવાનું છે તે પ્રજાના દરેક વ્યક્તિ કરશે કે કેમ? જો કે આ યોજના 5 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે અને દરેક વોર્ડમાં ઉભી કરી શકાય તેવા સંકેત આપવામાં આવ્યા છે.
પ્રજાએ શું કરવાનું રહેશે તેનો ડેમો પણ અધિકારીએ આપ્યો
ભાવનગર મહાનગરપાલિકાએ પ્લાસ્ટિકના નિકાલ માટે બ્રીક યોજના શરૂ કરી રહી છે પણ યોજના શું છે તમારે સમજવી પડશે. સોલીડવેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈ પણ પીણાંની પ્લાસ્ટિકની બોટલ ખાલી દોઢ કે બે લિટરની બોટલ લેવામાં આવે અને તેમાં ગેરકાયદેસર વપરાતું પ્લાસ્ટિક અથવા અન્ય પ્લાસ્ટિક જેમાં ઝબલા હોઈ કે અન્ય લવાયેલું ચીજોની કોથળી જેને કહીએ છીએ તેવું પ્લાસ્ટિક બે લિટરની બોટલમાં ઠાંસીને ભરવાનું અને પૂરું ભરાઈ જાય એટલે એક બોટલ દીઠ 10 રૂપિયા આપશે.
આવી બોટલમાં આવેલા પ્લાસ્ટિકનું શું બનશે?
ભાવનગર મહાનગરપાલિકાનું સોલીડવેસ્ટ વિભાગ પ્લાસ્ટિકમાંથી બ્રિક્સ બનાવવામાં આવશે અને તેમાંથી પ્લાસ્ટિકના બાંકડા, સ્ટેચ્યુ તેમજ કલાત્મક ચીજો જે પ્રજા માટે બગીચામાં કે અન્ય જાહેર સ્થળ પર રાખી શકાય તેવી ચીજો બનાવવાનું આયોજન છે, પણ હાલમાં બધું કાગળ પર છે અને આગામી દિવસોમાં તેનો પ્રારંભ બાદ અમલવારી કરાશે.