ભાવનગર : નાણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટને લઈને સમગ્ર દેશમાંથી ક્યાંથી ખુશી તો ક્યાંકથી નિરાશાના સમાચાર સામે આવતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય બજેટને લઈને મધ્યમ વર્ગને રાહત મળી હોવાની ચર્ચા ભારે જોવા મળી રહી છે. તેમજ બજેટને લઈને ઉદ્યોગ જગતનો મત પણ ખુબ જ અગત્યનો બની જાય છે. ત્યારે ભાવનગરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સાથે ETV BHARAT એ ચર્ચા કરી હતી.
ઉદ્યોગોને કેવી રીતે થશે ફાયદો બજેટથી : કેન્દ્રના નાણાપ્રધાને રજૂ કરેલા બજેટને લઈને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ પંકજ પંડ્યાએ જણાવ્યું હતું કે, બજેટમાં સ્કીલ ડેવલપમેન્ટ માટે જે સેન્ટર ખોલવાની વાત કરાઈ છે, ત્યારે દેશમાં 30માંથી એક સેન્ટર જો ભાવનગર માટે સ્થાનિક ઉદ્યોગકારો અને નેતાઓ મહેનત કરીને લઈ આવે તો નાના ઉદ્યોગોને માર્ગદર્શન મળશે અને ડેવલોપીંગ થશે. ઘટાડો સ્લેબ ટેક્સનો કરવામાં આવ્યો છે તેને કારણે પણ નાના ઉદ્યોગોને આર્થિક બચત થવાની છે.
આ પણ વાંચો : Union Budget 2023 : બજેટનો સૌથી વધુ લાભ લેનાર ગુજરાત રાજ્ય બનશે : મુખ્યપ્રધાન
માઇક્રો ટેકનોલોજીને પ્રોત્સાહન : હાલના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપ કામાણીએ જણાવ્યું હતું કે, નવા એરપોર્ટ, રેલ વિસ્તાર વધારો અને ગ્રીન એનર્જી પર જે કામ થવાનું છે. તેનાથી ચોક્કસ નાના ઉદ્યોગો અને મોટા ઉદ્યોગોને ફાયદો થવાનો છે. આ સાથે જે માઇક્રો ટેકનોલોજીને પ્રોત્સાહન અપાયું છે તેને કારણે પણ ઘણી રોજગારીની તકો ઊભી થઈ શકશે.
આ પણ વાંચો : Union Budget 2023 : ભાવનગરના નોકરીયાત વર્ગને બજેટ ગોળ જેવું ગળ્યું લાગ્યું
રોજગારી છીનવાઈ જવાના મામલાઓ : ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં કોરોના કાળ બાદ રોજગારી છીનવાઈ જવાના મામલાઓ પાછળ ઉદ્યોગોની તૂટેલી કમર માનવામાં આવે છે. લોકોને નવી રોજગારીની ઈચ્છા અને ઉદ્યોગોને રાહતની અપેક્ષા હતી, ત્યારે 2023ના બજેટમાં મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખીને જાહેર કરવામાં આવ્યો હોવાની વ્યાપક ચર્ચાઓ છે. ભાવનગરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને સાથે ચર્ચા કરી હતી. ઉદ્યોગોને ફાયદાઓ અને બજેટ વિશે ભાવનગર ચેમ્બરે પોતાનો મત રજૂ કર્યો હતો. આ ઉપરાંત કેન્દ્રીય બજેટને લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહત્વનું નિવેદન આપ્યું હતું કે, વિવિધ ક્ષેત્રમાં આ બજેટમાંથી ગુજરાત સૌથી વધુ લાભ લેનાર રાજ્ય બનશે.