- ઘોઘાના રતનપર ગામની સીમમાંથી સસલાના શિકારી ઝડપાયા
- બે શખ્સોને જંગલી સસલાનો શિકાર કરતા ઝડપી પાડતું ફોરેસ્ટ વિભાગ
- બંને આરોપી વિરોધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
ભાવનગર : ઘોઘા તાલુકાના રતનપર ગામની સીમમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા રાત્રીના સમયે પેટ્રોલિંગ દરમ્યાન ઘોઘા ગામે રહેતા બે શખ્સોને જંગલી સસલાનો શિકાર કરતા ઝડપી પાડી વન સરક્ષણ કલમ હઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
સસલાનો શિકાર કરતા બે શખ્સોને રંગે હાથે ઝડપી પાડયા
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રતનપુર ગામની સીમમાંથી વનવિભાગ દ્વારા જંગલી સસલાનો શિકાર કરતા હોવાની મળેલ માહિતીના આધારે રેન્જ ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા રાત્રી દરમ્યાન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતા ઘોઘા તાલુકાના બે શખ્સોને રંગે હાથે ઝડપી પાડયા હતા. ઝડપાયેલ આરોપી અસલમ મસ્જિદભાઈ શેખ,અશરફખાન અલાઉદ્દીન શેખ બન્ને આરોપી ઘોઘા ગામના રહેવાસી હોવાનું ફોરેસ્ટ અધિકારીને તપાસ દરમ્યાન જણાવેલ આ ઉપરાંત ઝડપાયેલ બન્ને આરોપીઓ પાસે થી સસલા પકડવા માટેનો ,જાળ ,લાઈટ સહિતનો સામાન તેમજ શિકાર કરેલ સસલા પણ મળી આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ 1972 અંતર્ગત હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.