વિષ્ણુ ભગવાને તુલસી માતાનું સતીત્વ ભંગ કરતા તુલસી માતાએ તેમને શ્રાપ આપ્યો અને ભગવાન પથ્થરના બની ગયા હતા. લક્ષ્મીજીએ ક્ષમા માંગ્યા બાદ પુનઃ તુલસી માતાએ તેમને પુનઃ અવતારમાં લાવ્યા અને બાદમાં લગ્ન યોજાયા હતા. જેને દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહ કરીને હિંદુ ધર્મમાં ઉજવણી કરવામાં આવે છે. ભાવનગરની શહેરમાં ડાયમંડ મિત્ર મંડળ ભવ્ય રીતે તુલસી વિવાહનું આયોજન છેલ્લા ૬૫ વર્ષથી કરતું આવ્યું છે. વીસ ફૂટની રંગોળી રસ્તા પર બનાવવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ એટલે કે, લાલજી મહારાજની જાન પણ વિધિવત રીતે કાઢવામાં આવે છે. આ ઉપરાંત જાહેરમાં સાંજે તુલસી માતા અને ભગવાનના લગ્ન યોજાઈ છે અને ભાવનગરની જનતા સ્વયંભુ જોડાયને ભગવાનના લગ્નમાં સાક્ષી બને છે. તો આવો જાણીએ આ વિશે આયોજકનું શું કહેવું છે...
કહેવાય છે કે, ભગવાન ચાર માસ આરામમાં સમુદ્રમાં ગયા બાદ આજે ઉઠીને બહાર આવે છે અને દેવો તેમની પૂજા આરાધના કરે છે જેથી આજથી સારા કાર્યોનો પ્રારંભ થાય છે આમ શાસ્ત્રોક્ત વિધિની વચ્ચે પણ ભાવનગરમાં તુલસી માતાના લગ્નનું આયોજન ભવ્ય રીતે વર્ષોથી થતું આવ્યું છે.