ભાવનગર: અનલૉક-1માં કોરોના વાઇરસના કેસમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે 27 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ 10 લોકો સ્વસ્થ થયા છે.
અત્યાર સુધીના આંકડા જોઈએ તો ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 193 પોઝિટિવ કેસ નોંધાયા છે. 14ના મોત થયા છે જ્યારે 152 લોકો સ્વસ્થ થયા છે.
ભાવનગરના આનંદનગરના 60 વર્ષીય લાલજીભાઈ જાદવ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાવનગર સર ટી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજો કેસ ભરતનગર વિસ્તારમાં આવેલી શિક્ષક સોસાયટીમાં રહેતા 62 વર્ષીય મહેન્દ્રભાઈ ત્રિવેદીનો છે.
ઉપરાંત ભાવનગરમાં એક સાથે 10 દર્દી સ્વસ્થ પણ થયા હતા. ભાવનગર સર ટી હોસ્પિટલ દ્વારા દરેક દર્દીઓને મુક્ત કરવામાં આવ્યા છે. આ ૧૦ વ્યક્તિઓના નામ અને વિસ્તાર જોઈએ તો આ પ્રમાણે છે. બાબુભાઇ ચુડાસમા અમદાવાદ, જગદીશ પઢીયાર અમદાવાદ, દિનેશ જોશી ઉમરાળા, હિરેન ત્રિવેદી તળાજા જકાતનાકા, બીનાબેન જોશી જેલ રોડ અંકિત કણસોદરીયા દેસાઈનગર, પ્રીતિબેન તિલકનગર, ગુલામ બીલખિયા હાઈકોર્ટ રોડસવિતા કાછડીયા મહુવા, ભુપત ચૌહાણ બરવાળા. આ લોકો સ્વસ્થ થતા ભાવનગર હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.