ETV Bharat / state

ભાવનગરમાં ત્રણ સફાઈ કામદારનું ડૂબ જવાથી મોત

ભાવનગર: શહેર મહાનગરપાલિકાના કુંભારવાડા ખાતે આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વાલ્વ બંધ કરવા જતાં એક યુવાન પાણીમાં ડુબ્યો હતો. જેને બચાવવા જતાં ક્રમશ: અન્ય બે મળીને કુલ ત્રણ લોકોના પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા.

author img

By

Published : Apr 26, 2019, 5:04 AM IST

સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર કાર્યરત ત્રણ સફાઈ કામદારનું ડૂબવાથી થયું મોત

શહેરમાંથી નીકળતા દૂષિત અને પ્રદૂષિત પાણીને ચોખ્ખું કરવા માટે ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ભાવનગર શહેરના છેવાડે કુંભારવાડા રોડ પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. જેમાં કોન્ટ્રાક્ટ પર સફાઇ કામદારો કામ કરે છે. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર કામ કરતા ત્રણ સફાઈ કામદારો પૈકી એક કામદાર પ્લાન્ટનો વાલ બંધ કરવા માટે પાણીના ટાંકામાં ગયો હતો. જ્યાં દૂષિત પાણીના કારણે સર્જાયેલા ગેસમાં તે ગુંગળાઈ જતા બેભાન હાલતે દૂષિત પાણીના ટાંકામાં પડ્યો હતો. આ બનાવની જાણ થતાં તેની સાથે કામ કરતા અન્ય બે કર્મચારીઓ પણ તેને બચાવવા માટે ટાંકામાં પડ્યા હતા.

સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર કાર્યરત ત્રણ સફાઈ કામદારનું ડૂબ જવાથી મોત

આ બનાવની જાણ ફરજ પરના કોન્ટ્રાક્ટરને થતા તેને તાત્કાલિક અસરથી ભાવનગર ફાયર બ્રિગેડ કાફલાને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અંદાજિત 45 મિનિટની ભારે જહેમત બાદ દૂષિત પાણીના ટાંકામાં પડેલા ત્રણેય પરપ્રાંતિય સફાઇ કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેય મૃતકોના નામ ધર્મપાલ રાજપાલ તથા રામસાગર હોવાનું અને મૃતકો ઉત્તરપ્રદેશના અયોધ્યાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

એન્કર : 
ભાવનગર મહાનગરપાલિકાના કુંભારવાડા ખાતે આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વાલ્વ બંધ કરવા જતાં એક યુવાન પાણીમાં ડુબ્યો હતો જેને બચાવવા જતાં ક્રમશ: અન્ય બે મળી કુલ ત્રણ લોકોના પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યા હતા આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અંદાજે ૪૫ મિનિટ ની ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહને બહાર કઢાયા હતા અને પીએમ અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
શહેરમાંથી નીકળતા દૂષિત અને પ્રદૂષિત પાણીને ચોખ્ખું કરવા માટે ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ભાવનગર શહેરના છેવાડે કુંભારવાડા રોડ પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે જેમાં કોન્ટ્રાકટ પર સફાઇ કામદારો કામ કરે છે.આજે બપોરના સુમારે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર કામ કરતા ત્રણ સફાઈ કામદારો પૈકી એક કામદાર પ્લાન્ટનો વાલ બંધ કરવા માટે પાણીના ટાંકા માં ગયો હતો જ્યાં દૂષિત પાણીના કારણે સર્જાયેલા ગેસમાં તે ગુંગળાઈ જતા બેભાન હાલતે દૂષિત પાણીના ટાંકા માં પડ્યો હતો આ બનાવની જાણ થતાં તેની સાથે કામ કરતા અન્ય બે કર્મચારીઓ પણ મને બચાવવા માટે ટાંકામાં પડ્યા હતા. બીજીતરફ આ બનાવની જાણ ફરજ પરના કોન્ટ્રાક્ટરને તથા તેને તાત્કાલિક અસરથી ભાવનગર ફાયર બ્રિગેડ કાફલાને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અંદાજિત 45 મિનિટ ની ભારે જહેમત બાદ દૂષિત પાણીના ટાંકામાં પડેલા ત્રણેય પરપ્રાંતિય સફાઇ કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેય મૃતકોના નામ ધર્મપાલ રાજપાલ તથા રામસાગર હોવાનું  અને મૃતકો ઉત્તરપ્રદેશના આયોધ્યાના રહેવાસી હોવાનું જાણવા મલેલ છે.

બાઇટ : પરાક્રમસિંહ જાડેજા, ઇન્ચાર્જ ફાયર ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.