- મારામારીની ફરિયાદમાં કોર્ટે સજા અને દંડ ફટકાર્યો
- સામાપક્ષે એક આરોપીને કોર્ટ ફટકાર્યો 5000 નો દંડ
- કોર્ટ દ્વારા સગા બે ભાઈને પાંચ વર્ષની સજા ફટકારી
ભાવનગર :શહેરમાં યુવતી સાથેની બોલાચાલીમાં થયેલી મારામારીમાં કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે ત્રણેય ભાઇઓને 5 વર્ષની સજા ફટકારી છે. બનાવની વિગત એવી છે કે, 2016માં જયપાલસિંહ ગોહિલ નામનો શખ્સ તેના મિત્ર સાથે ઘોઘા રોડ પર ડાયરામાં જતો હતો. તે સમયે સરદારનગર ચોકમાં રહેતા અનીલ સરવૈયાએ જયપાલસિંહને બાઈક રોકીને તું મારી દીકરી પાછળ કેમ પડી ગયો છે એમ કહીને ઝઘડો કર્યો હતો બાદમાં 09/05/2016 ના રોજ માર માર્યાની ફરિયાદ જયપાલસિંહ દ્વારા નોંધાવતા કોર્ટ દ્વારા અનીલ અને તેના સગા બે ભાઈને પાંચ વર્ષની સજા ફટકારી છે.
મારામારીના કેસમાં ત્રણ સગાભાઈઓને પાંચ વર્ષની સજા
ભાવનગરના ઘોઘા જકાતનાકા પાસે રહેતા જયપાલસિંહને 2016માં મિત્રો સાથે ડાયરો જોવા જવાનું હતું. તે સમયે સરદારનગર મફતનગર શાળા પાસે રહેતા અનીલ સરવૈયા સાથે માથાકૂટ થઇ હતી. ઘટના એવી હતી કે, અનીલ સરવૈયાએ જયપાલસિંહ ગોહિલને રોકીને તેની દીકરીની પાછળ કેમ પડી ગયો છો તે બાબતે માથાકૂટ થયા બાદ સમાધાન થયું હતું. પરંતુ બાદમાં 09/05/2016 ના રોજ જયપાલસિંહ ગોહિલ અને તેના ભાઈ અશ્વિન અને રાજેશે મળીને જયપાલસિંહ ગોહિલને માર માર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત જયપાલસિંહએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં અનીલ સરવૈયા સહીત તેના ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ બાદ શું સજા અને ક્રોસ ફરિયાદમાં શું સજા
ભાવનગરના 2016 ના મારામારીના કેસમાં અનીલ સરવૈયા અને તેના ભાઈઓ સામે કોર્ટમાં પુરાવાઓ રજુ થયા બાદ કોર્ટે અનીલ સરવૈયા અને તેના ભાઈ અશ્વિન અને રાજેશને પાંચ વર્ષની સજા ફટકારી છે. તેમજ એક હજાર દંડ કરવામાં આવ્યો છે. જોકે, 19 દસ્તાવેજી પુરાવાના આધારે અને મૌખિક પુરાવાના આધારે સજા કોર્ટે ફટકારી છે. જયારે સામા પક્ષે જયેશ વિનુભાઈ સૈવાયાએ મહિપાલસિંહ અને તેના મિત્ર હરપાલસિંહ તેમજ દિગ્વિજયસિંહ અને નરેશ કંટારીયા સામે ઘરની સામે ઉભા રહીને મોટા અવાજો કરવા ફરિયાદીના કાકાએ તેને ત્યાંથી જવાનું કહેતા ઝગડો કરેલો જે ફરિયાદના આધારે કોર્ટે 5 હજારનો દંડ ફટકાર્યો છે.