ETV Bharat / state

હીરાની ઓફિસનો મેનેજર કર્મચારીની 18 લાખની સેલેરી લઈ ગુમ, તપાસ શરૂ - Bhavnagar Vijayrajnagar

ભાવનગર શહેરમાં હીરા ઉદ્યોગ (Bhavnagar police Theft Case) ધમધમી રહ્યો છે. પણ આ ઉદ્યોગમાં ચોરીની ઘટના જાણે સામાન્ય બની રહી હોય એવું ચિત્ર સામે આવી રહ્યું છે. ડાયમંડ ટ્રેડિંગની ઓફિસમાં નાઈટ ડ્યૂટીમાં મેનેજર તરીકે કામ કરતા વ્યક્તિએ એની જ ઓફિસમાંથી પૈસા ખંખેરી ગયો છે. જેને લઈને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે.

હીરાની ઓફિસનો મેનેજર કર્મચારીની 18 લાખની સેલેરી લઈ ગુમ, તપાસ શરૂ

author img

By

Published : Sep 13, 2022, 6:10 PM IST

ભાવનગરઃ ભાવનગર શહેરમાં દિવસે દિવસે ચોરીની (Bhavnagar police Theft Case) ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને હીરા ઉદ્યોગ વિસ્તારમાં ત્યાં જ કામ કરતા કામદારો ક્યારેક કારખાનેદારને વિશ્વાસ જીતીને ખંખેરી લે છે. આવી જ ઘટના ભાવનગરના વિજયરાજનગર વિસ્તારમાંથી સામે આવી છે. હીરાની ઓફિસમાં નાઈટ ડ્યૂટી (Night Duty Manager) કરતો મેનેજર કર્મચારીનો રોકડ પગાર લઈ છુમંતર થઈ ગયો હતો. જેને લઈને કારખાના માલિકે પોલીસ ફરિયાદ કરી છે.

ત્રણ દિવસ રાહ જોઈઃ ભાવનગર શહેરમાં વિજયરાજનગરમાં હીરાની ઓફીસ ધરાવતા માલિકને ત્યાં ઘણા સમયથી કામ કરતો મેનેજર રોકડ લાખોની રકમ લઈ રફુચક્કર થઈ ગયો છે. માલિકે બે ત્રણ દિવસ રાહ જોયા બાદ મેનેજર સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. રૂપિયા 18.51 લાખ લઈને ગયેલા મેનેજર સામે માલિકે ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેની સામે ભાવનગર પોલીસે એને પકડવા માટે તપાસ શરૂ કરી દીધી છે. કાળિયાબીડમાં રહેતા મુકેશભાઈ ધામેલીયા વિજયરાજનગરમાં શેરી નંબર ચારના ખૂણે આવેલા આદિત્ય કોમ્પ્લેક્સમાં હીરાની ઓફિસ ધરાવે છે.

કોણ છે આઃ આ મુકેશભાઈની ઓફીસમાં ઘણા સમયથી કામ કરતા વિવેક મનજીભાઈ દિયોરા નામનો રાત્રીના સમયનો મેનેજર 9 તારીખના રોજ ઓફિસમાંથી રફુચક્કર થઈ ગયો હતો. જેને પગલે બાદમાં માલિકને મેનેજરની કરેલી કળા સમજાય હતી. વિજયરાજનગરમાં હીરાની ઓફિસ ધરાવતા મનીષભાઈ ધામેલીયાના ઓફિસમાંથી 9 તારીખના રોજ વિવેક મનજીભાઈ દિયોરા ઓફિસમાં કામ કરતા 110 કર્મચારીઓનો 18.51 લાખનો રોકડ પગાર લઈને સુમંતર થઈ ગયો હતો. બે ત્રણ દિવસ રાહ જોયા બાદ પરત નહીં આવતા અંતે માલિકે લોકરમાંથી રોકડ લઈને ફરાર થયેલા મનીષ ધામેલીયા વિવેક મનજીભાઈ દિયોરા સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.