- ગ્રામજનોએ નિવૃત આર્મી જવાનનું કર્યું સ્વાગત
- તળાજાના ગોરખી ગામનો સપૂત દેશની સેવા પૂર્ણ કરી આવતા વાજતે ગાજતે સન્માન કરાયું
- ગોરખી ગામનું નામ રોશન કરનાર ઘનશ્યામભાઈને વેળાવદર સ્ટેશન થઈ ગામ સુધી વાજતે ગાજતે ગોરખી લાવ્યા
ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામના મકવાણા ઘનશ્યામભાઈ બટુકભાઈ અરુણાચલમાં આર્મીની નોકરી પૂર્ણ કરી વતન પરત ફર્યા છે. ત્યારે ગોરખી ગામના દેશપ્રેમીઓ દ્વારા વેળાવદર સ્ટેશન પરથી આર્મી મેનનું સામૈયું કરી ખુશી સાથે વાજતે-ગાજતે ગોરખી ગામમાં લાવવામાં આવ્યા હતા.
ગ્રામજનોએ કહ્યું કે દેશના સીમાડાની રક્ષા કરીને પરત આવેલા ગોરખી ગામના સપૂત અને દેશના સીમાડે ગોરખી ગામનું નામ રોશન કરનાર ઘનશ્યામભાઈનું સ્વાગત કરવું જ પડે. સાથે કહ્યું કે ઘનશ્યામભાઈ નોકરી પૂર્ણ કરીને આવ્યા છે અને દેશ માટે જાનની પણ પરવા કર્યા વગર દેશની રક્ષા કરી છે એ અમારા માટે ગૌવરવની વાત છે.