- આશરે 2 થી 3 હજારની સંખ્યામાં આવતા ઢોક બગલાની સંખ્યા નહિવત સમાન
- ઢોક બગલાની વસાહત ભાવનગરનું ગંગાજળિયા તળાવ અને મોટા વૃક્ષો
- જાણો ઘરેણું બનેલ ઢોક બગલા વિશે
ભાવનગર: શહેરમાં આવેલા ગંગાજળિયા તળાવના (Gangajalia Lake) કાંઠે અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા ઊંચા વૃક્ષો પર આશરે 600 વર્ષ પહેલાથી ઢોક બગલાની વસાહત (Dhok Heron) આવેલી છે. સમયાંતરે ચાલતી આ પ્રક્રિયામાં વિક્ષેપ પડવાની શરૂઆત થતા ભાવનગરનું ઘરેણું બની ગયેલા ઢોક બગલા (Bhavnagar's jewel Dhok Heron) આ વર્ષે ખૂબ ઓછી માત્રામાં આવ્યા છે. જોઈએ આ વિશે લોકોનો શું મત છે આ સર્જાયેલી પરિસ્થિતિ અંગે.
જાણો ભાવનગરનું ઘરેણું બનેલ ઢોક બગલા વિશે
ભાવનગરના વડવા ગામનું તળાવ એટલે આજના ભાવનગર શહેરનું ગંગાજળિયા તળાવ જે શહેરની મધ્યમાં આવેલું તળાવ છે. આ તળાવની આસપાસના મોટા વૃક્ષોમાં વર્ષોથી શિયાળના પ્રારંભમાં આવતા આશરે 3 હજાર જેટલા ઢોક બગલા આ વર્ષે ખુબ ઓછી માત્રામાં આવ્યા છે. તળાવ આસપાસના મોટા વૃક્ષો ઢળી ગયા તેને બાદમાં હટાવી લેવામાં આવ્યા હતાં. જેથી નેસ્ટિંગ કરવા આવેલા ઢોક બગલા પરત જતા રહ્યા હોવાનું પર્યાવરણ પ્રેમી જણાવી રહ્યા છે. પર્યાવરણ પ્રેમી રાજુભાઇએ જણાવ્યું હતું કે, આ વર્ષે વાવાઝોડામાં વૃક્ષો ધરાશાયી થતા ઢોક બગલા બીજા વૃક્ષ પર નેસ્ટિંગ કરતા નથી જેથી પરત જતા રહ્યા છે. ભાવનગરની શાન સમાન ઢોક બગલાને શહેરમાં નિહાળવા હશે તો સૌ કોઈએ સમજીને તેનું જતન કરવું પડશે, નહિતર એક દિવસ તેને નિહાળવા લોકો તરસી જશે.
રાજકીય પક્ષોના જવાબ અને ભૌગોલિક સ્થિતિ શુ અને શું જરૂરી
ભાવનગરના ગંગાજળિયા તળાવની આસપાસ નેસ્ટિંગ કરતા ઢોક બગલાને લઈ કોંગ્રેસના પ્રમુખને પણ પ્રશ્ન કરાયો હતો જેનું કારણ હતું કે, મહાનગરપાલિકા રોડ પરના વૃક્ષો ધરાશાયી થયા તેને લઈને કરેલી કાર્યવાહી પણ અસરકર્તા છે. કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશ વાઘણીના જણાવ્યા પ્રમાણે ભાવનગરના મહારાજાએ બંધાવેલ ગંગાજળિયા તળાવમાં આમ તો 600 વર્ષથી ઢોક બગલા આવે છે. આવેલા વાવાઝોડામાં મોટા વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા જો તેને રિપ્લાન્ટ કરવામાં આવ્યા હોત તો આજે કદાચ ઢોક બગલા ત્યાં જોવા મળેત. રીનાબેન શાહના સમયમાં રિપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. હાલમાં ભાજપના કાર્યાલય સામે વૃક્ષ હતું તે કાપી નાંખવામાં આવ્યું હતું.
શાસકો મહાનગરપાલિકા શું કહે છે વાવાઝોડાને પગલે અને શું કશું કર્યું
ભાવનગરમાં આવતા ઢોક બગલાની ફિતરત વિશે કદાચ સત્તામાં બેસેલા શાસકોને ખ્યાલ ન હોઈ તેવુ લાગી રહ્યું છે. ગાર્ડન કમિટીના ચેરમેન ઉપેન્દ્રસિંહ ગોહિલે (Upendrasinh Gohil, Chairman, Garden Committee) જણાવ્યું હતું કે, રસ્તા ઉપરના વૃક્ષો રિપ્લાન્ટ નથી કરવામાં આવ્યા, પરંતુ પિલગાર્ડનમાં કરવામાં આવ્યા છે. રિપ્લાન્ટથી તરત થોડી વૃક્ષ ઊગી નીકળવાનું છે. ઘણા વૃક્ષો છે તળાવ આસપાસ આવવાના હોઈ તો આવી જાય પણ બીજું કારણ હશે કે નથી આવ્યા. પર્યાવરણપ્રેમીના જણાવ્યા પ્રમાણે ઢોક બગલા જે વૃક્ષ પર નેસ્ટિંગ કરે ત્યાં બીજા વર્ષે કરતા હોય છે જેનો ખ્યાલ કદાચ શાસકોને નથી રહ્યો. હાલ ઢોક બગલાની સંખ્યા નહિવત સમાન છે ત્યારે પિલ ગાર્ડન સિવાયના બાહ્ય વિસ્તારમાં ધરાશાયી થયેલા વૃક્ષો બાદ બહારના અન્ય વૃક્ષોમાં નેસ્ટિંગ જોવા મળતું નથી જે સાબિત કરે છે કે, ઢોક બગલા જ્યાં પહેલા નેસ્ટિંગ કર્યું હોય તે જ વૃક્ષ પર બીજી વખત નેસ્ટિંગ કરતા હોય છે.
ઢોક બગલા માટે કેવી સ્થિતિ જરૂરી તે જાણી તેને જાળવવી અગત્યની
ભાવનગરની શાન સમાન ઢોક બગલાની પ્રકૃતિ જે વૃક્ષ પર નેસ્ટિંગ કરે છે બીજા વર્ષે પણ ત્યાં કરે છે આથી તે વૃક્ષ સ્થળ Pર ના હોઈ તો જગ્યા છોડી દે છે. વાવાઝોડાએ તળાવની ચારેતરફ મોટા ભાગના મહાકાય વૃક્ષો ધરાશાયી કર્યા અને તેને રિપ્લાન્ટ કરાયા નહિ અને અંતે શિયાળો આવતા ઢોક બગલાની સંખ્યા નહિવત સમાન જોવા મળી રહી છે. આ બગલા તળાવ પાસે એટલા માટે રહે છે કે, તેનો ખોરાક માછલાં હોઈ છે જે તળાવમાંથી પ્રાપ્ત થાય છે તેથી શિયાળના પ્રારંભથી ઉનાળાના પ્રારંભ સુધી શહેરમાં નેસ્ટિંગ કરીને બચ્ચા થતા તેને મોટા કરીને ઉડી જાય છે. ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાથી અનેક પેન્ટર્ડ સ્ટોક મૃત્યુ પામે છે તે કેટલાક ઇજગ્રસ્ત થઈ જાય છે, પરંતુ સ્થાનિક તંત્ર આ વિસ્તારને સાયલન્ટ ઝોન કે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મૂકતું નથી.
આ પણ વાંચો: ભરૂચમાં ગ્રામપંચાયતનો નવતર અભિગમ, ત્રણ વૃક્ષો વાવો અને વેરામાંથી મુક્તિ મેળવો
આ પણ વાંચો: ભાવનગર શહેર-જિલ્લામાં સિઝનનો કુલ 43.37 ટકા વરસાદ: ઘોઘા-ગારીયાધારમાં સારો વરસાદ