ETV Bharat / state

ભાવનગરમાં બીજા દિવસે ઠંડીનો પારો 11 ડિગ્રીએ

author img

By

Published : Dec 30, 2020, 9:01 AM IST

ભાવનગર શહેર જિલ્લામાં પારો 11 ડીગ્રી નીચે જતા અને પવન હોવાને કારણે શહેર જિલ્લો ઠંડોગાર બની ગયો છે. ગામડાઓમાં તાપણા અને શહેરમાં પણ લોકો ગરમ કપડાના સહારે બહાર નીકળી રહ્યા છે.

ભાવનગરમાં બીજા દિવસે શીતલહેરનો પારો 11 ડિગ્રીએ

  • બે દિવસ સતત ઠંડીથી થરથર્યું ભાવનગર
  • લોકો તાપણા અને ગરમ ચીજોના સથવારે
  • ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીની લ્હેર અને સાથે પવનની ગતિ તેજ

ભાવનગર : શહેર અને જિલ્લામાં ઠંડીએ જોર પકડ્યું છે. ગઈકાલે ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો હતો. શહેર અને જિલ્લામાં લોકોને ઠંડીથી બચવાના ઉપાયો શોધવા પડ્યા હતા. ભાવનગરનું તાપમાન 11 સેલ્સિયસ ડીગ્રીએ પહોંચી જતા શીતલહેર જોવા મળી હતી. ગામડાઓમાં પણ લોકો તાપણાના સહારે જોવા મળ્યા છે. અચાનક આવેલા ઠંડીના મોજાથી ગરમ ચીજો તરફ લોકોનું આકર્ષણ આપો આપ વધી ગયું છે.

ભાવનગરમાં બીજા દિવસે ઠંડીનો પારો 11 ડિગ્રીએ

ભાવનગરમાં અચાનક આવેલી ઠંડી અને પવનથી શું સ્થિતિ

ભાવનગરમાં તાપમાન અચાનક 11 સેલ્સિયસથી નીચે ઉતરી ગયું હતું. તાપમાનનો પારો પાંચ વર્ષ બાદ નીચો ગયો હોય તેવું ફરી બનવા પામ્યું છે. સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં ઠંડીના પગલે લોકો ઠંડીથી બચવા માટે તાપણાઓ કરતા જોવા મળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીની લ્હેર અને સાથે પવનની ગતિ તા. 28 ના રોજ વધુ જોવા મળી હતી. જ્યારે બીજા દિવસે ઘટવા પામી હતી.

લોકોએ ગરમીથી બચવા શું કર્યું અને કોને ધ્યાન રાખવું જરૂરી

ભાવનગર જિલ્લામાં અને શહેરમાં આવેલી શીતલહેરના પગલે લોકોએ ગરમ કપડાંનો સહારો લીધો હતો. ઘરની કે ઓફીસ બહાર નીકળતા લોકો પણ સ્વેટર પહેરેલા જોવા મળતા હતા.જોકે, સાથે લોકોએ ગરમ ચાજો આરોગવાની પણ શરૂઆત કરી દીધી છે. તલની સાની, અડદિયો વગેરેની ડીમાન્ડ વધુ જોવા મળી છે. ત્યારે આવી ઠંડીમાં ગરમ ચીજો પણ લોકો આરોગતા જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.