ETV Bharat / state

વીરપુરમાં અખિલ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજનું મહાસંમેલન : નવા પ્રમુખ તરીકે જીતુ લાલની વરણી - Lohana Samaj

રાજકોટના યાત્રાધામ વીરપુરમાં અખિલ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજનું મહા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના નવનિયુક્ત પ્રમુખનો તાજ જીતુ લાલના શિરે રાખવામાં આવ્યો છે. જુઓ આ અહેવાલમાં..

લોહાણા સમાજનું મહાસંમેલન
લોહાણા સમાજનું મહાસંમેલન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 30, 2024, 2:17 PM IST

રાજકોટ : સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના નવ નિર્વાચિત અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સંમેલનની શરૂઆતમાં પૂજ્ય જલારામ બાપાના પરિવારના રસિકરામ બાપાએ દીપ પ્રાગટ્ય કરીને આશીર્વચન પાઠવ્યા હતા. ત્યારબાદ જીતુભાઈ લાલે ગુજરાત લોહાણા સમાજનું પ્રમુખ પદ ગ્રહણ કર્યું હતું. નવનિયુક્ત પ્રમુખ જીતુલાલે રસિકરામ બાપાના આશીર્વાદ લીધા હતા.

અખિલ ગુજરાત લોહાણા સમાજ મહાસંમેલન : અખિલ ગુજરાત લોહાણા સમાજના મહાસંમેલનમાં 115 મહાજનના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ તેમજ રઘુવંશી સમાજના વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, અબડાસાના પૂર્વ ધારાસભ્ય નીમાબેન આચાર્ય અને જૂનાગઢના પૂર્વ મેયર ગીરીશ કોટેચા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જીતુ લાલ નવનિયુક્ત પ્રમુખ, ગુજરાત લોહાણા સમાજ (ETV Bharat Gujarat)

લોહાણા સમાજના નવા પ્રમુખ : આ તકે ગિરીશભાઈ કોટેચાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, લોહાણા સમાજની વસ્તી વધુ હોય ત્યાં ટિકિટ આપવી જોઈએ. પહેલા લોહાણા સમાજના છ ધારાસભ્ય હતા, અત્યારે એક જ ધારાસભ્ય છે. દરેક સમાજની સાથે લોહાણા સમાજ સાથે હોય ત્યારે ધારાસભ્યની ચૂંટણી જીતવી સહેલી થઈ જાય છે. બધી સીટ પર ટિકિટ નથી જોઈએ, પણ જ્યાં લોહાણા સમાજની વધુ વસ્તી હોય ત્યાં ટિકિટની આશા હોય છે.

રાજકોટમાં લોહાણા સમાજની બે લાખ લોકોની વસ્તી છે, ત્યાં ટિકિટની આશા રાખી શકાય તેમ પૂર્વ મેયર ગીરીશ કોટેચા જણાવ્યું હતું. ત્યારે બીજી તરફ જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય અને જૂનાગઢના સેવાના ભેખધારી મહેન્દ્ર મશરૂએ ગુજરાત લોહાણા સમાજના નવા પ્રમુખ જીતુભાઈ લાલને લોહાણા સમાજના પ્રમુખ બનવા બદલ અભિનંદન આપ્યા હતા.

સમસ્ત લોહાણા સમાજ એક થશે : આ તકે ગુજરાત લોહાણા સમાજના નિમાયેલા પ્રમુખ જીતુભાઈ લાલે ભાવુક થઈને જણાવ્યું કે, લોહાણા સમાજના ત્રણસોથી વધુ યુવાનો વડીલો ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે. હાલમાં અખિલ લોહાણા સમાજ અને અખિલ સમાજ લોહાણા ટ્રસ્ટ એમ બે સંસ્થા છે. એ કાયદાકીય રીતે અને પરિસ્થિતિ જોઈ તેને એક્ટિવ કરવામાં આવશે અથવા નવી સંસ્થા બનાવી નવું બંધારણ બનાવવામાં આવશે, એનો આજે ઠરાવ કરવામાં આવ્યો છે. ગુજરાતભરના મહાજનો અને સમાજને વિનંતી કે એક નેતૃત્વ આપો અને જ્યાં જરૂર પડે ત્યાં જગ્યા કરી આપો. આપણે વિશ્વની સંસ્થા સાથે સમાજને જોડવાનો છે અને સમગ્ર લોહાણા સમાજને આગળ વધારવાનો છે.

જલારામ બાપાનો પરચો : સવારે જલારામ બાપાને પ્રાર્થના કરી કે બાપા વરસાદનો સમય છે, સાંજના સાત સુધીનો સમય વરસાદ ન આવે. ત્યારે વીરપુરના આજુબાજુના પંથકમાં તેમજ જૂનાગઢ, રાજકોટ, ગોંડલ વરસાદ વરસ્યો હતો. પરંતુ વીરપુરમાં વરસાદ વરસ્યો ન હતો. એક જલારામ બાપાનો પરચો જોવા મળ્યો છે. ત્યારે બાપાના આશીર્વાદ લઈ લોહાણા સમાજ આગામી સમયમાં એક થાય તેવા પ્રયત્ન કરીશ.

  1. ધારાસભ્ય ફતેસિંહે જલારામ બાપાના ભક્તોની લાગણી દુભાવી, રઘુવંશી અને લોહાણા સમાજમાં રોષ
  2. જલારામ બાપા પર ટિપ્પણી વિરુદ્ધ રઘુવંશી લોહાણા સમાજમાં રોષ, ધારાસભ્ય માફી માંગે તેવી માંગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.