નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ શ્રેણીની વરસાદથી પ્રભાવિત બીજી મેચમાં ભારતીય ટીમ જેવી જ બેટિંગ કરવા ઉતરી, ટીમે માત્ર 18 બોલમાં જ શાનદાર રેકોર્ડ બનાવી લીધો. 147 વર્ષના ઇતિહાસમાં ભારતીય ટીમી ટેસ્ટમાં ઝડપી પચાસ રન પૂરા કરનારી ટીમ બની ગઈ છે.
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે બાંગ્લાદેશને 233 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જે બાદ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ આક્રમક દેખાતા જયસ્વાલે ભારતીય દાવની પહેલી જ ઓવરમાં હસન મહમૂલની બોલ પર 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જે બાદ બીજી ઓવર લઈને આવેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ખલીલને પણ ખૂબ ધોયો.
This is some serious hitting by our openers 😳😳
— BCCI (@BCCI) September 30, 2024
A quick-fire 50-run partnership between @ybj_19 & @ImRo45 👏👏
Live - https://t.co/JBVX2gyyPf… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/1EnJH3X5xA
રોહિતે ખલીલની ઓવરમાં સતત બે છગ્ગા ફટકારીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. જયસ્વાલે એ જ ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમનો સ્કોર 2 ઓવરમાં 29 રન સુધી પહોંચાડ્યો હતો. તે પછી, બંને બેટ્સમેનોએ ત્રીજી ઓવર લઈને આવેલા હસન મહેમૂદને સખત હેરાન કર્યો. આ ઓવરમાં ભારતીય ટીમે 2 સિક્સર અને 2 ચોગ્ગા સાથે ટેસ્ટ ઈતિહાસની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી.
🚨FASTEST 100 IN TEST CRICKET. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 30, 2024
India beat their own record for the fastest 100 in Test cricket - 103/1 in just 10.1 overs. 🇮🇳 pic.twitter.com/JM0qbhPxyr
આ પહેલા ઈંગ્લેન્ડે 26 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે 4.2 ઓવરમાં 50 રન બનાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો. ભારતે હવે 30 વર્ષ બાદ બાંગ્લાદેશ સામેની મેચમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ છે. પ્રથમ દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. તે પછી, બે દિવસ સુધી વરસાદને કારણે મેચ પ્રભાવિત થઈ અને એક પણ બોલ ફેંક્યા વિના તેને રદ કરવો પડ્યો. જો કે આ ટેસ્ટ મેચ ડ્રો થવાની ઘણી આશા છે.
આ પણ વાંચો: