ભાવનગર : કણબીવાડ વિસ્તારમાં ધજાગરા શેરીમાં રહેતા દિલીપભાઈ વિરજીભાઈ પટેલની તેના ઘરમાં હત્યા કરીને અજાણ્યા શખ્સોએ 1.38 લાખની લૂંટ ચલાવી હતી. પોલીસે સમગ્ર બનાવનો ભેદ ઉકેલીને 2 આરોપીને ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કણબીવાડ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય દિલીપભાઈ વિરજીભાઈ પટેલની હત્યા તેના ઘરમાં કરવામાં આવી હતી. જેમાં તા.19 ડિસેમ્બરના રોજ દિલીપભાઈના હાથ અને પગ બાંધીને બોથડ પદાર્થ વડે હત્યા નિપજાવી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા.
તેમજ હત્યા સાથે 1.38 લાખની લૂંટ કરવામાં આવી હતી. જેમાં હત્યા પાછળનું કારણ લૂંટ હોવાનું ખુલ્યું હતું. ફરિયાદના આધારે પોલીસે કણબીવાડના વિપુલ ભાનક નામના વ્યક્તિની શંકાના આધારે તપાસ કરી હતી. પોલીસને વિપુલ વડોદરા હોય અને તેની સાથે સુમિત નંદડીયા નામનો વ્યકતિ હોવાનું જાણતા પોલીસ વડોદરા પહોંચી બંન્નેની પૂછપરછ કરતા બંન્નેએ ગુન્હો કબૂલી લીધો હતો. જેમાં સુમિત રાજકોટનો રહેવાસી છે. તેમજ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.