ETV Bharat / state

Dev podhi Ekadashi 2022: ભગવાન વિષ્ણુ જશે પાતાળમાં, આ ઉપાયો કરવાથી દરેક મનોકામના થશે પૂરી - Lord Vishnu

દેવશયની અગિયારસના દિવસથી બધા શુભ કાર્યો(Dev podhi Ekadashi 2022 ) પર વિરામ લાગી જાય છે. હિન્દુ માન્યતા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુ ( Lord Vishnu)ચાર મહિના માટે પાતાળ લોક નિવાસ કરવા જતા રહે છે. આ દિવસે ભક્તો કેટલાક ઉપાય કરી લે તો તેમની દરેક મનોકામના પૂરી થઈ જાય છે. આવો જાણીએ આ ઉપાય

Dev podhi Ekadashi 2022: ભગવાન વિષ્ણુ જશે પાતાળમાં આ ઉપાયો કરવાથી દરેક મનોકામના થશે પૂરી

author img

By

Published : Jul 4, 2022, 6:09 PM IST

ભાવનગરઃ ઉર્જાના કારક કહેવાતા અને પાલનહાર વિષ્ણુ ભગવાન શ્રાવણ પહેલા(Devshayani Ekadashi 2022 ) પાતાળમાં જશે ત્યારે ત્રણેય લોકમાં પાલનહાર માટે અને મનુષ્યો માટે ભક્તિનું મહાત્મ્ય દર્શાવવામાં( Lord Vishnu)આવ્યું છે. ચાતુર્માસ કેવી રીતે કરવા અને દરેક રાશિને જાતકોએ કેવી રીતે પૂજા અર્ચના કરવી જોઇએ. દેવશયની એકાદશી એટલે ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ભવન વિષ્ણુ શયનમાં જાય છે ત્યારે દરેક રાશિને જાતકોને કેવી રીતે પૂજા અર્ચના કરવી તો કઈ રાશિના જાતકોએ કેવા મંત્ર જાપ કરવા તેમજ ભગવાન વિષ્ણુની ઉપાસનામાં શું ખાનપાનની કાળજી રાખવી એ બધું અંડ તમને જણાવશું. ચાલો જાણીએ ચાતુર્માસ શું છે અને શું કરવું જોઈએ.

ભગવાન વિષ્ણુ

ચાતુર્માસ એટલે શું ? અને ક્યારે થશે પ્રારંભ - આગામી 10 જુલાઈના એઓજના દેવશય એકાદશી છે અને ભગવાન વિષ્ણુ જે જગતના પાલનહાર છે તેઓ શયન માટે પાતાળમાં જાય છે. ચાતુર્માસ એટલે શું તો ઐતિહાસિક કથા મુજબ બલી રાજા પાસે ભગવાન વિષ્ણુના વામન અવતારમાં બલી રાજા પાસે ત્રણ પગલાં જમીન ભગવાને માંગી હતી. બે પગલામાં ત્રણેય લોક ભગવાને લઈ લીફ અને ત્રીજા પગલાં માટે કશું રહ્યું નહિ આથી બલી રાજાએ ત્રીજા પગલાં માટે પોતાનું માથું ધરી દીધું.આથી પ્રસન્ન ભગવાને વરદાન માંગવા કહ્યું આથી બલી રાજાએ વિષ્ણુ ભગવાનને તેમના ઘરના દરવાજે રહેવા જણાવ્યું.પરંતુ લક્ષ્મીજીથી વિયોગ સહન ન થતો હોવાથી બલી રાજાને ભાઈ બનાવીને વરદાન માંગ્યું કે ભગવાનને રાહત આપો. બલી રાજાએ લક્ષ્મીજીના વરદાનથી ચાર માસ ભગવાનના આપ્યા આથી આ ચાર માસ ભગવાન પાતાળમાં જાય છે.

આ પણ વાંચોઃ 2 જૂન, વર્ષની 24 એકાદશીઓમાં સૌથી વધુ પુણ્યશાળી નિર્જળા એકાદશી...

ચાતુર્માસમાં શું ખાનપાનનું ધ્યાન રાખવું કેમ ભક્તિ કરવી - ચાતુર્માસ એટલે શ્રાવણ,ભાદરવો,આસો અને કારતક માસની અગિયારસ સુધી ભગવાન પાતાળમાં રહે છે. આ દરમ્યાન પાલનહાર કહેવાતા ભગવાન વિષ્ણુ ઉર્જાના કારક હોવાથી કેટલી ખાનપાનની ચીજો પર શાસ્ત્રમાં પ્રતિબંધ બતાવવામાં આવ્યો છે. જેમા શ્રાવણમાં લીલા શાકભાજી આરોગવા ના જોઈએ કારણ કે તેમાં કીટકો હોય છે. ભાદરવામાં દહીં ન ખવાય તેનાથી પિત અને અમ્લ થાય છે.આસોમાં દૂધ ના પીવાય કારણ પાણી દૂષિત હોય છે.કારતકમાં દાળ ન ખવાય નહિતર કફ થાય અને જઠરાગ્નિ મંદ પડે છે. ચાતુર્માસમાં એક દિવસ અન્ન લેવું એટલે એકટાણા કરવા જોઈએ. રોજ પૂજા અર્ચના સાથે મંત્રોચ્ચાર કરવા જોઈએ.

આ પણ વાંચોઃ વર્ષની 24 એકાદશીઓમાં સૌથી વધુ પુણ્યશાળી નિર્જળા એકાદશી, જાણો શું છે કથા...

ચાતુર્માસમાં કેવી રીતે પૂજા અને ઉપાસના કરાય - ભગવાન વિષ્ણુને પામવા માટે ઇચ્છાશક્તિ પ્રબળ અને મજબૂત હોવી જોઈએ.નબળી ઇચ્છાશક્તિ વાળો વ્યક્તિ નારાયણને પામી શકતો નથી. અભયની પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુનું શરણ શ્રેષ્ઠ છે. ભગવાન વિષ્ણુની ભક્તિથી મન અને આત્માની શુદ્ધિ થાય છે. હવે ચતુર્માસમાં ઉપાસના કરવા માટે 10 જુલાઈ દેવશય એકાદશીના દિવસે સ્નાન કરી પવિત્ર થઈ એક સ્થાન પર ઘરમાં ભગવાન વિષ્ણુ અથવા લક્ષ્મીનારાયણની પ્રતિમા (છબી,મૂર્તિ) શુદ્ધ જળથી બાદમાં પંચામૃતથી પવિત્ર કરીને તૈયાર આસન પર બિરાજમાન કરવા. બાદમાં ચંદનનો ચાંદલો કરવો, પુષ્પ ચડાવવા, ચોખા, અબીલ, ગુલાલ, કંકુ ચડાવવા.ભગવાનને ફળ કે મીઠાઈનો ભોગ ધરવો અને દીપ પ્રગટાવીને ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ.

બાર રાશિના જાતકોનો મંત્ર અને તિલક કયું કરાય

  1. મેષ - આ રાશિના જાતકોએ રતાંજલીના ચંદનનું તિલક કરવુ, ભગવાન વિષ્ણુને લાલ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લાલ ફળ અને લાલ મીઠાઈ અર્પણ કરવી. મંત્ર - શ્રી વિષ્ણવે નમઃ
  2. વૃષભ - આ રાશિના જાતકોને ગોરો ચંદનનું તિલક કરવું,ભગવાન વિષ્ણુને સફેદ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા કોળાનો પ્રસાદ અને સફેદ મીઠાઈ અર્પણ કરવી. મંત્ર - શ્રી અચ્યુતાય નમઃ
  3. મિથુન - આ રાશિના જાતકોને અબીલનું તિલક કરવું,ભગવાન વિષ્ણુને લીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લીલા ફળનો પ્રસાદ અને દૂધીનો હલવો અર્પણ કરવો. મંત્ર - શ્રી શ્રીધરાય નમઃ
  4. કર્ક - આ રાશિના જાતકોને સફેદ ચંદનનું તિલક કરવું,ભગવાન વિષ્ણુને સફેદ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા કેળાનો પ્રસાદ અને સફેદ બરફીની મીઠાઈ અર્પણ કરવી. મંત્ર - શ્રી યોગેશ્વરાય નમઃ
  5. સિંહ - આ રાશિના જાતકોને લાલ ચંદનનું તિલક કરવું,ભગવાન વિષ્ણુને ગુલાબી રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા રાસબરીનો પ્રસાદ અને મોતીચૂરના લાડુ અર્પણ કરવા . મંત્ર - શ્રી નૃસિંહાય નમઃ
  6. કન્યા - આ રાશિના જાતકોને અબીલનું તિલક કરવું,ભગવાન વિષ્ણુને લીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લીલા ફળનો પ્રસાદ અને દૂધીનો હલવો અર્પણ કરવો. મંત્ર - શ્રી પદ્મનાભાય નમઃ
  7. તુલા - આ રાશિના જાતકોને ગોરો ચંદનનું તિલક કરવું,ભગવાન વિષ્ણુને સફેદ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા કોળાનો પ્રસાદ અને સફેદ મીઠાઈ અર્પણ કરવી. મંત્ર - શ્રી વિશ્વકર્માય નમઃ
  8. વૃશ્ચિક - આ રાશિના જાતકોને રતાંજલી ચંદનનું તિલક કરવું,ભગવાન વિષ્ણુને લાલ રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા લાલ ફળનો પ્રસાદ અને લાલ મીઠાઈ અર્પણ કરવી. મંત્ર - શ્રી પુષ્કરાય નમઃ
  9. ધન - આ રાશિના જાતકોને કેસરયુક્ત ચંદનનું તિલક કરવું, ભગવાન વિષ્ણુને પીળા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા પીળા ફળનો પ્રસાદ અને મોહનથાળ મીઠાઈમાં અર્પણ કરવી. મંત્ર - શ્રી મધુસુદનાય નમઃ
  10. મકર - આ રાશિના જાતકોને ભસ્મનું તિલક કરવું,ભગવાન વિષ્ણુને નીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા જાંબુફળ પ્રસાદ અને કાલાજામ મીઠાઈ અર્પણ કરવી. મંત્ર - શ્રી પુષ્કરાક્ષાય નમઃ
  11. કુંભ - આ રાશિના જાતકોને ભસ્મનું તિલક કરવું,ભગવાન વિષ્ણુને નીલા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા જાંબુફળ પ્રસાદ અને કેસર કાજુકતરી મીઠાઈ અર્પણ કરવી. મંત્ર - શ્રી શ્રીકરાય નમઃ
  12. મીન - આ રાશિના જાતકોને કેસરયુક્ત ચંદનનું તિલક કરવું,ભગવાન વિષ્ણુને પીળા રેશમી વસ્ત્રના વાઘા પહેરાવવા તથા પીળાફળ પ્રસાદ અને મોહનથાળ મીઠાઈ અર્પણ કરવી. મંત્ર - શ્રી લોકાધ્યક્ષાય નમઃ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.